________________
ગંભીર છે! શું સાધના પ્રત્યે આપણો ભાવ પ્રતિબંધ નથી ? સંયમ પ્રત્યે આપણો પક્ષપાત નથી ? પક્ષપાત તો એમાં છે કે બહાનું કાઢીને આપણે જેનું સેવન કરીએ છીએ. જો સંયમનો પક્ષપાત નથી તો સંયમીની ભૂમિકા તો નથી જ, સમ્યગ્દષ્ટિની ભૂમિકા પણ નથી. કારણ કે સંયમનો પક્ષપાત એ તો સમ્યગ્દર્શનનો જ પર્યાય છે. હાય, સાધુના વેષમાં ય, વ્યવહારથી છઠે ગુણસ્થાનકે પણ નિશ્ચયથી મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક ? આ વિષમતામાંથી આત્માને શે બહાર લાવવો ? સંયમનો પક્ષપાત શે ઊભો કરવો? ચારિત્રમાં પરાક્રમશે દાખવવું? ગ્રંથકાશ્રી જ એનો ઉપાય બતાવી રહ્યા છે
अनित्यताद्या भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे। . जिघृत्सया ते त्वरते ह्ययं यमः, श्रयन् प्रमादान्न भवाद्विभेषि किम् ?॥ ४०॥
તું હંમેશા અનિત્યતા વગેરે ભાવનાઓનું પરિભાવન કર. જેના મૂલગુણો અને ઉત્તરગુણો દુસાધ્ય છે એવા પણ સંયમમાં યત્ન કર. તને ઉપાડી લેવા માટે આ ચમરાજ ઉતાવળો થયો છે. તું પ્રમાદોને સેવે છે, તો શું તને સંસારનો કોઈ ભય જ નથી?
અનિત્યતાદિ ભાવનાઓથી મન ભાવિત નથી, માટે જ હજી ભવનિર્વેદ થયો નથી. માટે તું અનિત્યતા વગેરે ભાવનાઓથી ભાવિત થા. ચેતન-અચેતન બધું જ કેટલું અનિત્ય છે. તું કેટલો અશરણ છે. સંસાર કેટલો ભયંકર છે. તેનું ચિંતન કર. તું એકલો છે, સર્વ સંયોગોથી અન્ય છે, શરીર તો અશુચિનો ગાડવો છે. એનો વિચાર કર. આશ્રવ કેટલો બિહામણો છે, સંવર કેટલો સોહામણો છે અને નિર્જરા કેટલી ઉપાદેય છે, એનું
(૧૨૨)