SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અને ત્રીજું માટીનો પિંડ છે. આવા દેહને સારા તપો અને વ્રતો વગેરેથી પીડા આપીને જો સંસારના દુખોને તિલાંજલિ આપી. શકાતી હોય, મોક્ષનું સુખ આત્મસાત્ થઈ જતું હોય તો શું એ કરવા જેવું નથી લાગતું? હાથી મરે તો ય સવા લાખનો ગણાય, હરણ મરે તો ય તેનું ચર્મ કામ લાગે, ગાય મરે તો તેનું ય ચામડું કામ લાગે. પણ માણસ મરે તો એનું કશું કામમાં લાગતું નથી. વળી આ તો બીજાના કામમાં લાગે એવી વાત છે. પોતાના કામમાં તો આમે ય કાંઈ લાગતું નથી. શરીરમાં લોહી-માંસચરબી જેટલું બાકી હશે, એ બધું છેલ્લે બળી જવાનું છે. તો પછી એ શરીરથી આત્માનું કામ કેમ ન કાઢી લેવું ? અરે, અંત સમયની વાત તો જવા દો, પ્રતિક્ષણ આ શરીર નાશ પામી રહ્યું છે. શરીરની વ્યુત્પત્તિ જ એ છે કે શીત રૂતિ રૂારીરમ્ - જે શીર્ણ થાય - નાશ પામી જાય તેનું નામ શરીર. વિરારીરત્વાછરીરમ્ - જેનો સતત નાશ પામવાનો સ્વભાવ છે એનું નામ શરીર. વૈરાગ્યશતકમાં કહ્યું છે तं कत्थ बलं तं कत्थ जुव्वणं अंगचंगिमा कत्थ। सव्वमणिच्चं पिच्छह दिटुं नहूँ कयंतेण॥ તે બળ ક્યાં છે ? તે યૌવન પણ ક્યાં છે ? અને તે અંગ સૌન્દર્ય પણ ક્યાં છે ? ખરેખર બધુ જ અનિત્ય છે. યમરાજની દૃષ્ટિ એના પર પડે એની સાથે એ નષ્ટ થઈ જાય છે. પૌવન નનનીચલોપમન્ - એકની એક નદીમાં બીજી વાર પગ મૂકી શકાતો નથી. કારણ કે જેમાં પહેલો પગ મૂક્યો હતો એ પાણી તો ક્યાંય જતું રહ્યું હોય છે. એમાં ય એ નદી જો પર્વત પરથી વહેતી હોય, તો એના વેગની તો શું વાત કરવી ? એ ગિરિનદી જેવું વેગીલું છે યૌવન. (૧૬)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy