________________
પ્રગટ થવા લાગ્યો. ઓ આત્મન્ ! જ્ઞાનીઓની દૃષ્ટિમાં આ બધા દુર્ગતિગમનના સ્પષ્ટ લક્ષણો છે.
એક ચિત્રકાર હતો. તેની દીકરીની બુદ્ધિમત્તા આદિથી રંજિત થઈને રાજાએ તેની સાથે વિવાહ કર્યા. તેની પરનો રાજાનો પ્રેમ જોઇને બીજી રાણીઓ ઇર્ષ્યાથી બળવા લાગી. ઘણા પ્રયત્નો કરવા છતાં તેમને એનામાં કોઈ દોષ ન દેખાયો. માત્ર એક વાત જણાઈ કે દિવસના અમુક સમયે એ થોડી વાર માટે પોતાના આવાસના બધા બારી-બારણા બંધ કરી દે છે. રાણીઓએ રાજા પાસે કાન ભંભેરણી કરી કે ‘નવી રાણી રોજ આ સમયે બધા બારી-બારણા બંધ કરીને કામદ્ગમણ કરે છે.’ આ સાંભળીને રાજા પોતે ચકાસણી કરવા માટે એ સમયે ગુપ્ત રીતે જોવા ગયો. જોયું તો રાણી પોતાનો પૂર્વનો ચિત્રકારની દીકરીનો જુનો-પુરાણો ફાટલો-તૂટલો વેષ ધારણ કરીને અરીસા સામે જોઇને આત્મનિંદા કરતી હતી. પોતે જ પોતાને ઉપદેશ આપતા કહેતી હતી કે, ‘જોઈ લે તારું મૂળસ્વરૂપ. આ તો રાજાની મહેરબાનીથી તું રાણી થઈ ગઈ. પણ તારે એનો જરાય ગર્વ કરવા જેવો નથી.’
આ દૃષ્ટાન્તનો ઉપનય તો સ્પષ્ટ જ છે.
प्राप्यापि चारित्रमिदं दुरापं, स्वदोषजैर्यद्विषयप्रमादैः । भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो !, हतोऽसि दुःखैस्तदनन्तकालम् ॥ ५१॥
ઓ ભિક્ષુ ! આ દુર્લભ ચારિત્ર પામીને પણ તારા દોષોથી થયેલી વિષયવાસના અને પ્રમાદોથી જો તું સંસારસાગરમાં પડીશ... હાય.... તો તું અનંતકાળ સુધી દુઃખોથી હણાઈ જઈશ. ( ૧૫૦ )