________________
कालस्स य परिहाणी संजमजोगाई नत्थि खित्ताई। जयणाइ वट्टियव्वं न हु जयणा भंजए अंगं॥ २९४॥
કાળ પડતો છે, કબૂલ, સંયમ યોગ્ય ક્ષેત્રો નથી, કબૂલ, પણ એનો અર્થ એ નથી કે મનફાવે એમ વર્તવાની છૂટ મળી ગઈ. જેમ બને એમ ઓછામાં ઓછો દોષ સેવવો. એનાથી સંયમભંગ ખંડિત થતું નથી.
समसत्तुमित्तुचित्तो, निच्चं अवगणियमाणअवमाणो। મસ્થમાવગુત્ત, સિદ્ધપવિત્તરાંત રૂરી सज्झाणझाणनिरओ, निच्चं सुसमाहिसंठिओ जीव !। जइ चिट्ठसि ता इहयं पि, निव्वुई किं च परलोए॥३३॥
(યુમF) જો તું શત્રુ અને મિત્ર પ્રત્યે હંમેશા સમચિત્તવાળો થાય, માન-અપમાનને ગણકારે નહીં, મધ્યસ્થભાવથી યુક્ત બને, તારા ચિત્તનો પ્રત્યેક ખૂણો શાસ્ત્રવચનોથી પવિત્ર બની જાય, તું હંમેશા સ્વાધ્યાય અને ધ્યાનમાં નિરત બને અને આ રીતે સુસમાધિમાં સ્થિત રહે, તો અહીં પણ મોક્ષ છે, પરલોકની તો શું વાત જ કરવી ?
इअ सुहिओ वि हुतं कुणसु जीव ! सुहकारणं वरचरितं । मा कलिकालालंबण-विमोहिओचयसिसच्चरणं ॥३४॥
હે જીવ! અહીં તું સુખી હોય, તો ય સુખના કારણભૂત શ્રેષ્ઠ ચારિત્રનું પાલન કર. કલિકાળનું બહાનું કાઢીને સચારિત્રનો ત્યાગ ન કર.
(૧૮)