________________
જેથી કરીને બકુશ અને કુશીલથી તીર્થની પ્રવૃત્તિ થાય છે, તેથી
જ
અહીં ગુરગણરહિત તે સમજવો કે જે મૂળગુણવિયુક્ત હોય, ગુણમાત્રરહિત નહીં, ચંડરસ્ક્રાચાર્ય દષ્ટાંત છે. II ૧૬ II
ગુરુગુણરહિત તે સમજવા કે જે મૂલગુણોથી રહિત હોય. તથા ઉપલક્ષણથી જે વારંવાર ઉત્તરગુણોની વિરાધના કરતા હોય. કારણ કે ઉપદેશમાલામાં કહ્યું છે કે- જે ઉત્તરગુણોનો ત્યાગ કરે છે, તે મૂળગુણોનો પણ ત્યાગ કરે છે. પણ ગુણમાત્રરહિત એટલે કે પ્રિયવચન, વિશિષ્ટ ઉપશમાદિ ગુણ રહિત એવો અર્થ ન સમજવો. આ વિષયમાં ચંડરુદ્રાચાર્ય ઉદાહરણ છે. તેઓ ક્રોધી સ્વભાવના હોવા છતાં પણ ઘણા સંવિગ્ન ગીતાર્થ શિષ્યોને અત્યાજ્ય તથા બહુમાનપાત્ર થયા હતાં.
सम्प्रति दुःषमायामुभयमाश्रित्योपदेशमाहकालाइदोसओ जइवि, कहवि दीसंति तारिसा न जई। सव्वत्थ तहवि न छित्ति, नेव कुज्जा अणासंसं॥ १६॥
यानुभयमाश्रित्योपदेशमाह स्पष्टा, नाशंसाम् अनाસ્થા ૧૬ /
વર્તમાનમાં દુઃષમાકાળમાં બનેને (સાધુ અને શ્રાવકને ?) આશ્રીને ઉપદેશ કહે છે
ભલે કાળાદિના દોષથી તેવા યતિઓ ન દેખાતા હોય, તો પણ સર્વત્ર (ચારિત્રનો) વ્યુચ્છેદ નથી થયો, માટે અનાશંસા ન કરવી જોઈએ. |૧૬ II
આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. તેમાં જે “અનાશંસા એમ કહ્યું છે, તેનો અર્થ અનાસ્થા સમજવો.
(૨૦૨)