________________
ઉપાડવામાં સમર્થ અખંડિતશીલપ્રાગ્લાર એવા મહાપુરુષો લોકમાં દેખાય છે. || ૧૮ II
આ ગાથાનો અર્થ સુગમ છે. માત્ર સામાયિકાદિ પ્રતિજ્ઞાનો પાર પામનારા અને દુર્વહ એવા સંયમ ભારને ઉપાડવામાં સમર્થ, એમ વિશેષાર્થ સમજવો.
अजवि तवसुसिअंगा, तणुकसाया जिइंदिआ धीरा। दीसंति जए जइणो वम्महहिअयं विआरंता॥ १९॥
જેમનું શરીર તપથી શોષાઈ ગયું છે, જેમના કષાયો પાતળા પડી ગયા છે, જેઓ જિતેન્દ્રિય અને વીરતાસંપન્ન છે, જેઓ કામદેવના હૃદયને વિદારી દે છે, એવા મુનિઓ આજે પણ દુનિયામાં દેખાય છે. || ૧૦ ||
સ્પષ્ટ છે. अज वि वयसंपन्ना, छज्जीवनिकारक्खणजुत्ता। વસંતિ તણિ, વિપવિત્તા સુગુ ૨૦ | પણ નવરં શ્રુતિઃ સ્વાધ્યાવર્તન યુ: ૨૦ |
આજે પણ વ્રતસંપન્ન, ષકાયના જીવોનું રક્ષણ કરનારા, વિકૃતિ(દૂધ વગેરે વિગઈ)ઓથી વિરક્ત, શ્રુતિયુકત એવા તપસ્વીઓના સમૂહો દેખાય છે. || ૨૦ ||
આ પણ સ્પષ્ટ છે. માત્ર શ્રુતિ એટલે સ્વાધ્યાય, તેનાથી યુક્ત.
(૨૦૪)