________________
જ્યાં સૂર્ય અસ્ત પામે, ત્યાં જ પ્રશસ્ત ધ્યાન ધરે, શરીરને વોસિરાવી છે. કોઈ પણ ભય કે સંગથી જે વિમુક્ત હોય, રૌદ્ર અને શુદ્ર ઉપસર્ગોથી જેઓ અક્ષોભણીય હોય.'
एसइ उज्झिअधम्मं, अंतं पंतं च सीअलं लुक्खं। अक्कोसिओ हओ वा, अदीणविद्दवणमुहकमलो॥४३॥
જે રસોઈ ફેંકી દેવાની હોય, જે અંત-પ્રાંત હોય, ઠંડુ-ઠીકરુ અને લકખ હોય એવાની જેઓ એષણા કરે. કોઈ આક્રોશ કરે કે અભિઘાત કરે તો ય જેમનું મુખકમળ અદીન અને શાંત રહે.
इअ सोसंतो देहं, कम्मसमूहं च धिइबलसहाओ। जो मुणिपवरो एसो, तस्स अहं निच्चदासु म्हि॥४४॥.
. (તુર્મિક જ્ઞાપવમ) આ રીતે પોતાના શરીરને અને કર્મસમૂહને જેઓ શોષવી નાખે, ધૃતિબળ જેમનું સાથી બની રહે, તેઓ મુનિશ્રેષ્ઠ છે. હું સદા એમનો દાસ છું.
धन्ना ते सप्पुरिसा, जे नवरमणुत्तरं गया मुक्खं। जम्हा ते जीवाणं, न कारणं कम्मबंधस्स ॥४५॥
તે સત્પરુષો જ ધન્ય છે કે જેઓ અનુત્તર એવા મોક્ષને પામ્યા છે, કારણ કે તેઓ જીવોને કર્મબંધનું કારણ થતા નથી.
પોતાને મરણાંત ઉપસર્ગ થતો હોય, ત્યારે પોતાની પીડાનો કે નિર્દોષતાનો કોઈ વિચાર કર્યા વિના પોતે ઉપસર્ગ કરનારના કર્મબંધનું નિમિત્ત થઈ રહ્યા છે. એવો પોતાનો જ દોષ જોનારા મહાપુરુષોની આ ઉદાત્ત વિચારધારા છે. જે અનેક શાસ્ત્રોમાં તેવા પ્રસંગોએ જોવા મળે છે.
(૧૮૬)