________________
તારી પૂર્વે પણ જીવો ચારિત્રથી ક્રમશઃ મોક્ષ પામ્યા છે, જેમ કે આદિજિનેશ્વર વગેરે. તો તું પણ ચારિત્રના પાલનથી ક્રમશઃ સિદ્ધ થઈશ.
जो महरिसिअणुचिन्नो, संपइ सो दुक्करो जइपहो तो। अणुमोअसु गुणनिवहं, तेसिं चिअ भत्तिगयचित्तो॥४०॥
જે શ્રમણમાર્ગનું મહર્ષિઓએ ખેડાણ કર્યું હતું, તે જો વર્તમાનમાં દુષ્કર હોય, તો તું ભક્તિસભર ચિત્તથી તેમના ગુણસમૂહની અનુમોદના કર.
પરમ કારુણિક પંચાશિકાકાર સ્વયં જ મહર્ષિઓના ગુણોની અનુમોદના કરાવે છે-
वसइ गिरिनिकुंजे भीसणे वा मसाणे, वणविडवितले वा सुन्नगारे व रन्ने। हरिकरिपभिईणं भेरवाणं अभीओ, सुरगिरिथिरचित्तो झाणसंताणलीणो॥४१॥
જે મહર્ષિ ગિરિનિકુંજમાં વસે છે અથવા તો ભીષણ મસાણમાં વસે છે. વનવૃક્ષના તળે વસે છે અથવા તો શૂન્યઘરમાં કે અરણ્યમાં વસે છે. જ્યાં સિંહ, હાથી વગેરેના ભયંકર ઉપસર્ગોની શક્યતા હોય, પણ તેમનાથી ડરે નહીં. જેમનું ચિત્ત મેપર્વત જેવું નિશ્ચલ હોય અને જેઓ ધ્યાનની સત્તતિમાં લચલીન બની ગયા હોય.
जत्थेव सूरो समुवेइ अत्थं, तत्थेव झाणं धरई पसत्थं । વોટ્ટાયો મામુદો, ૨૩૬ શુદિ અશ્લોપિઝાઝા
(૧૮૫)