________________
જો મરણાંત ઉપસર્ગોમાં ય મહાત્માઓ આ દષ્ટિ રાખી શકતાં હોય, તો કટુ વચન આદિ તુચ્છ બાબતોમાં આ દષ્ટિ ન રાખી શકાય ?
જેઓ મોક્ષે ગયા તેઓ તો ધન્ય છે જ, ઉપરોક્ત વિચારધારા ધરાવે, તેમને ય ધન્ય છે.
अम्हे न तहा धन्ना, धन्ना पुण इत्तिएण जंतेसिं। વધુમન્નામો ચરિવું, સુવિહં રિપુરિસા ૪૬
અમે તો એ મહાપુરુષો જેવા ધન્ય નથી. પણ અમે તે ધીરપુરુષોના સુખજનક ચરિત્રનું બહુમાન કરીએ છીએ, એટલા માત્રથી પણ અમે ધન્ય છીએ.
धन्ना हु बालमुणिणो, कुमारभावंमि जे उ पव्वइआ। निजिणिऊण अणंगं, दुहावहं सव्वलोआणं॥४७॥
સર્વલોકોને દુઃખ ઉપજાવનારા એવા કામદેવને પરાજિત કરીને જેઓ કુમારપણે જ પ્રવ્રજિત બન્યા છે, તે બાળમુનિઓને ખરેખર ધન્ય છે.
जं उजमेण सिज्झइ, कजं न मणोरहेहिं कइआवि। न हि सुत्तनरमुहे तरु-सिहराओ सयं फलं पडइ॥४८॥
જે કાર્ય ઉદ્યમથી સિદ્ધ થાય છે, તે કાર્ય કદી પણ મનોરથોથી સિદ્ધ થતું નથી. સૂતેલા પુરુષના મુખમાં ઝાડની ટોચ પરથી આપમેળે ફળ પડતું નથી.
एवं जिणागमेणं, सम्मं संबोहिओ सि रे जीव ! संबुज्झसु मा मुज्झसु, उज्जमसु सया हिअट्ठम्मि॥४९॥
(૧૮૭)