________________
આવા પ્રકારના પતિના મોહનીયના ક્ષયોપશમના ભેદથી વિભાગ પાડીને તેમના નામ કહે છે.
=
પુલાક એટલે સારરહિત ધાન્યકણ. તેની જેમ જેનું સંયમ થોડું અસાર છે તેવા સાધુ પુલાક કહેવાય છે. તે બે પ્રકારે છે. લબ્ધિ અને પ્રતિષેધના ભેદથી. તેમાં લબ્ધિપુલાક લબ્ધિવિશેષયુકત હોય છે. જે કહ્યું છે – જે સંઘ વગેરેના કાર્યમાં ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરી દે, તેવી લબ્ધિથી યુક્ત લબ્ધિ-પુલાક જાણવો. પ્રતિષેધપુલાક એટલે જે સ્ખલના વગેરેથી જ્ઞાનને જે અસાર કરી દે. બીજા ચારિત્રી બકુશ (કાબરચીતરા) સંયમના યોગથી બકુશ= કાબરચીતરા. તે પણ બે પ્રકારના છે. તેમાં જે વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોની વિભૂષા કરે તે પ્રથમ છે. હાથ, પગ, નખ, મુખ વગેરે શરીરના અવયવોની વિભૂષા કરે તે દ્વિતીય છે. કુશીલ પણ બે પ્રકારે છે, એક જ્ઞાનાદિનો ઉપજીવક. (આજીવિકા ચલાવવા જ્ઞાનાદિનો ઉપયોગ કરનાર.) બીજા કષાયકુશીલ – કષાયોથી જ્ઞાનાદિની વિરાધના કરનાર. ચોથા નિગ્રંથ નામના છે. જે મોહનીય નામના ગ્રંથથી (ગ્રંથિથી) નીકળી ગયા છે એ નિગ્રંથ. પાંચમા ઉપશાંત-ક્ષીણમોહ ગુણસ્થાનકે રહેલા સર્વોત્તમ મુનિ, જેણે સ્નાન કર્યું છે તેના જેવા સ્નાતક એટલે કે ઘાતીકર્મરૂપી મળનું ક્ષાલન કરવાથી કેવળજ્ઞાની. આ પાંચે ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રધારી છે. તેમનો વિચાર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્રના ૨૬ મા શતકના છટ્ઠા ઉદ્દેસાથી જાણવો.
अथैते सर्वेऽपि सम्प्रति प्राप्यन्ते, किं वा केचिदित्याह । निग्गंथ-सिणायाणं पुलायसहिआण तिण्ह वुच्छेओ । बकुस - कुसीला दुहवि जा तित्थं ताव होहंति ॥ ३ ॥ સ્પર્॥
(૧૯૨ )