________________
સેવાપાત્ર થાય છે. જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય, ત્યારે લોક દીવાને પણ ઇચ્છે છે. / /
આ ગાથા સ્પષ્ટ છે. માત્ર મહાગુણોના પ્રલયમાં એવું જે કહ્યું તેમાં મહાગુણો અરિહંત ભગવાને ઉપદેશેલા સમજવાના છે.
आगमोऽप्येवमेव व्यवस्थितस्तथाहिसमत्तनाणचरणाऽणुवाइगाणाणुगं व जं जत्थ। जिणपन्नत्तं भत्तीइ पूअए तं तहा भावं॥७॥
सम्यक्त्वज्ञानचरणानुपातिनम्, सर्वज्ञागमानुक्तमप्यातानुगं जिनोक्तानुसारणीयं भावं गुणविशेषं यत्र पुरुषे पश्येदिति शेषः, शेषगुणाभावेऽपि तजिनप्रज्ञप्तमिति मनसि कृत्वा भक्तेः बहुमानतस्तथानेन प्रकारेण गुणविशेषानुमानेन पूजयेत्, सत्कारહિત્યર્થ૭.
આગમમાં પણ આ જ રીતે કહ્યું છે કે- દર્શન-જ્ઞાન-ચારિત્રનું અનુપાતી, આજ્ઞાનુસારી એવું જ્યાં જે હોય, ત્યાં જિનેકથિત તે માવની ભકિતથી પૂજા કરવી. |૭ |
જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સમાવિષ્ટ હોય, સર્વજ્ઞોપદિષ્ટ આગમમાં શબ્દશઃ ન કહ્યું હોવા છતાં પણ જે આજ્ઞાનુગત હોય, એટલે કે જિનવચનને અનુસરતો હોય, એવો ભાવ એટલે કે ગુણવિશેષ જે પુરુષમાં દેખાય, તેનામાં બીજા ગુણો ન પણ હોય, તો ય આ જિનકથિત છે એમ મનમાં રાખીને મતિથી બહુમાનથી આ પ્રકારે ગુણવિશેષના અનુમાનથી પૂજે તેનો તત્કાર કરે.
केसिंचिअ आएसो दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं च चरित्तं वयमाणे होइ पच्छित्तं॥८॥
(૧૯૫)