________________
રે જીવ! આ રીતે જિનાગમથી તને સમ્યફ સંબોધન કર્યું છે. હવે તું સંબોધ પામ, મોહ ન પામ. સદા હિતાર્થમાં ઉદ્યમા
કર.
ता परिभाविअ एअं, सव्वबलेणं च उज्जमं काउं। સામગ્ન હોકુ થિરો, નદ પુર્ઘલાવે ૬૦ રૂત્તિો
તો આનું પરિભાવન કરીને અને સર્વબળથી ઉદ્યમ કરીને શ્રામણ્યમાં સ્થિર થઈ જા. જેમ પૃથ્વીચંદ્ર અને ગુણચન્દ્ર (ગુણસાગર?) સ્થિર થયા હતાં.
રાજસિંહાસન અને લગ્નની ચોરીના શ્રી અને સ્ત્રીરૂપી નાગણના પાશમાં ય પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શ્રમણ્યમાં સુસ્થિર બન્યા હતાં. ચોથે, પાંચમે, છઠે એમ ગુણસ્થાનકની શ્રેણી પર આરોહણ કરીને કેવળજ્ઞાન મેળવ્યું હતું. જેને સંસારનું સર્વોત્કૃષ્ટ પ્રલોભન કહેવાય, એવા નિમિત્તોની વચ્ચે ય તદ્દન પ્રતિકૂળ વાતાવરણમાં ય તેઓ શ્રમણ્યમાં સુસ્થિર થયા હતાં, તો તારે તો તદ્દન અનુકૂળ વાતાવરણ છે, એમાં ય તું શ્રમણ્યમાં સુસ્થિર નહીં થાય ? उजमह मा विसीअह, तरतमजोगो इमो दुलहो। (उपदेशमाला-४६५)
પંચેન્દ્રિયત્વથી માંડીને દીક્ષા સુધીનો આ યોગ દુર્લભ છે. માટે તમે ઉદ્યમ કરો, વિષાદ ન પામો.
સર્વ બળથી ઉદ્યમ એટલે મન-વચન-કાયાની તમામ શક્તિને સાધનામાં જોડી દેવી. દુનિયામાં ડોનેશનની મહત્તા હશે, પણ સાધકજીવનમાં તો ડિવોશનની જ મહત્તા છે. આંશિક શક્તિનો સાધનામાં ઉપયોગ એ ડોનેશન (દાન) છે. તમામ શકિતનો સાધનામાં ઉપયોગ એ ડિવોશન
(૧૮૮)