________________
અનૈકાન્તિક છે. પણ જેના પાસે સચ્ચારિત્ર હોય તેને મોક્ષપ્રામિ એકાતે થાય જ છે. પ્રશમરતિમાં કહ્યું છે
पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः॥
સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય એટલે સમ્યફ જ્ઞાન અને સમ્યફ દર્શનની પ્રાપ્તિ થાય જ છે. આ રીતે સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ મોક્ષના સર્વ કારણો હાજર હોવાથી મોક્ષ થાય છે.
પંચાશિકાકાર એક ગંભીર બાબત તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે કે કષ્ટથી જ મોક્ષ મળે આવો એકાંત નથી. માટે કષ્ટ તો નથી થઈ શકતું, એમ માનીને બીજી શક્ય સાધના ય છોડી દે એ ઉચિત નથી. ભાઈ! કદાચ તારું શરીર ખૂબ નબળું હોય તો તું માસક્ષમણને પારણે માસક્ષમણ, આતાપુના વગેરે કષ્ટ સહન ન કરી શકે, કબૂલ, પણ આ શરીરે પણ તું જિનાજ્ઞાસાપેક્ષ યતના કરે તો સમક્યારિત્ર તો તારા માટે સુકર જ છે. અને એનાથી જ મોક્ષ મળવાનો છે.
મોહરાજા વળી આત્મા પાસે બીજી પણ અવળચંડાઈ કરાવે છે. જેનાથી ઉગ્ર વિહાર, માસક્ષમણ જેવા કષ્ટો સહવાનું મન થાય, પણ સમિતિ-ગુણિના પાલન વગેરેનો ઉત્સાહ ન થાય. આત્માને અવ્યક્તરૂપે પણ એવુ સંવેદન હોય કે સમિતિ વગેરેને તો કોણ પૂછે છે ? એની કોને કદર છે ? માસક્ષમણ વગેરે કરશું તો લોકોના ટોળે ટોળા શાતા પૂછવા આવશે, ઈત્યાદિ. એવા આત્માને પણ અહીં મોહનિદ્રામાંથી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. મોક્ષ તો થશે સચ્ચારિત્રથી, કષ્ટથી જ નહીં.
तं पुव्विं पि हु जीवा, कमेण पत्ता सिवं चरित्ताओ। आइजिणेसरपमुहा, तातं पि कमेण सिज्झिहिसि॥३९॥
(૧૮૪)