________________
મળ્યું છે એ આ અભ્યાસ માટે જ મળ્યું છે. અહીં જે ઢીલા રહે એ મહાવિદેહમાં ય ઢીલા જ રહે. અથવા તો એમને મહાવિદેહ મળે જ નહીં. અહીં જો વિરાધક બને, તો કદાચ એની મહાવિદેહની પ્રાપ્તિ પણ મોટી વિરાધનાનું કારણ થાય.
“ચારિત્રની જઘન્ય આરાધના પણ ૭-૮ ભવમાં તો મોક્ષ અપાવે જ' આવું કહેવા સાથે ક્યાંય એવું નથી કહ્યું કે એ ૭-૮ ભવ ચોથા આરાના જ હોવા જોઈએ. વળી માનો કે કોઈ ચોથા આરામાં ૭-૮ ભવ ચારિત્ર પાળી મોક્ષે ગયું. તો એ આત્માને ચોથો આરો મળવા છતાં પણ ૭-૮ ભવ કેમ કરવા પડ્યા? કર્મગુરુતાદિના કારણે જ ને ? આ અપેક્ષાએ કાળદોષ કરતાં ય આત્મદોષ વધુ પ્રબળ પુરવાર થાય છે. એને દૂર કરીએ એટલે કાળ અનુકૂલ થવાનો જ છે.
વળી ચોથા આરામાં તો કદાચ દેશોનપૂર્વકોટિનું ચારિત્ર પણ પાળવાનું હોય. હાઈવે-મુસાફરી જેટલી લાંબી એટલી અકસ્માતની સંભાવના વધારે. અતિ દીર્ઘકાલીન પર્યાયમાં ક્યાંય પ્રમાદ સ્કૂલના ન થવી એ કેટલું દુષ્કર! માટે જ કલિકાલ સર્વજ્ઞએ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે
यत्राल्पेनापि कालेन त्वद्भक्तेः फलमाप्यते। कलिकालः स एकोऽस्तु कृतं कृतयुगादिभिः॥
પ્રભુ! જ્યાં અલ્પકાળથી પણ તારી ભક્તિનું ફળ મળી જાય છે, એવો એક કળિકાળ જ હોજો. કૃતયુગ વગેરેથી સર્યું.
અન્યત્ર તો ખૂબ માર્મિક વાત કરી છે- . संवत्सरेण यत् कृते द्वापरे ह्ययनेन च। त्रेतायां हायनेन स्या-दहोरात्रेण तत् कलौ॥.
(૧૮૨)