________________
એક દિવસ પણ જે જીવ તન્મય થઈને પ્રવ્રજ્યાનું પાલન કરે એ કદાચ મોક્ષ ન પામે, તો ય અવશ્ય વૈમાનિક દેવ થાય છે.
એક દિવસના સંયમજીવનની પણ એ તાકાત છે કે નરકના દુઃખોથી મુક્ત કરી દે, તિર્યંચની કાળી યાતનાઓથી છૂટકારો અપાવી દે અને દેવલોકના, તેમાં ય વૈમાનિકના શ્રેષ્ઠ સુખો ધરી દે. ઉપદેશમાલાકારે એક રેશિઓ કાઢ્યો છે.
नरएसु सुरवरेसु य जो बंघइ सागरोवमं इक्कं। પત્નિોવા વંધોરિપદ સાબિતિવસે ૨૭૪
નરકમાં અને દેવોમાં જે એક સાગરોપમનું આયુષ્ય બાંધે એ એક દિવસમાં હજારો કરોડ પલ્યોપમોનું આયુષ્ય બાંધે છે.
કેવો છે આરાધનાનો એક-એક દિવસ ! આ જાણીને ધર્મમાં પ્રમાદ શી રીતે કરી શકાય ? તેની સાથે સાથે જ વિરાધનાનો રેશિયો પણ જોઈ લો. પ્રતિદિન હજારો કરોડ પલ્યોપમનું નરકાયુષ્ય. વિચાર કરીએ તો ચક્કર આવી જાય, તેવી આ વાત છે. સ્થૂળદષ્ટિએ એક સેકંડનો સોમો ભાગ કોઈ પ્રમાદ કરે અને કરોડ વર્ષની નરકની સજા થાય, તો પ્રમાદ કેટલો ભયંકર કહેવાય! સાવ થોડા પ્રમાદનું કેટલું દારુણ ફળ કહેવાય. વાસ્તવમાં તો આ રેશિઓ પણ નથી. સંખ્યાતા વર્ષનો પ્રમાદ અત્યંત ઓછો છે અને અસંખ્ય વર્ષની નરક ખૂબ ખૂબ ખૂબ દીર્ઘકાલીન ભયાનક પરિણામ છે.
એ જ રીતે કોઈ એક સેકંડના સોમા ભાગનો સમય સાધના કરે અને એને તેના ફળરૂપે એક કરોડ વર્ષનું દેવાયુષ્ય મળે, તો સાધના કેટલી ઓછી ! અને ફળ કેટલું વિરાટ. વાસ્તવમાં તો આ રેશિયો પણ સ્થૂળદષ્ટિએ કહ્યો છે. સંખ્યાતા વર્ષની સાધનાનો સમય અત્યંત અલ્પ છે. અને અસંખ્ય
(૧૬૦)