________________
છે, તો હું શું કરું ?” મહાત્માએ કહ્યું કે, તું મરણથી ડર.' પેલો તો આ સાંભળીને ચકિત થઈ ગયો. “શું મરણથી ડરવાથી મરણથી મુક્તિ મળી જાય ? જો એવું જ હોય, તો મરણથી તો આખી દુનિયા ડરે છે, તો શું બધાને મરણથી મુક્તિ મળી જશે ?' મહાત્મા એનો ભાવ કળી ગયાં. એને શ્રદ્ધા બેસે એ માટે શાસ્ત્રવચન કહ્યું- 'મારામિiી મર પ્રમુગ્વIL (આચારાંગ ૧-૩-૧/૧૦૨) જે મૃત્યુથી ડરે છે તે મૃત્યુથી સદા માટે મુક્ત થઈ જાય છે.' ' એ જિજ્ઞાસુ તો વધુ ચકિત બન્યો. મહાત્માએ હવે રહસ્યોદ્ઘાટન કર્યું. “જો દુનિયાને મૃત્યુનો ખરો ભય હોત તો તે જેનાથી ફરી ફરી મરવું પડે એવું કામ જ ન કરે. જેઓ મૃત્યુથી મુક્ત થઈ ગયા છે, તેઓ મૃત્યુના ખરા ભયથી જ મૃત્યુના કારણોનો પરિત્યાગ કરવાથી જ મુક્ત થયાં છે. માટે જ્યારે તને પણ મૃત્યુનો ખરો ભય થશે, ત્યારે તું મૃત્યુથી મુક્ત થઈ જઈશ. અજરામર બની જઈશ.'
આંતરશત્રુઓને ઓળખી લઈએ, અને તેમનાથી ભય પમીએ એટલે મુક્તિ હાથવેંતમાં જ છે. જેને વિષયોમાં નરકના દર્શન થાય, કષાયોમાં કતલખાનાના દર્શન થાય, સ્ત્રીમાં માછીમારની જાળના દર્શન થાય, ભટકતા મનમાં અણુબોંબના દર્શન થાય, વિથાદિમાં પોતાના આત્માને ચાળણી જેવો કરી નાખતી મશીનગનના દર્શન થાય, અસંયમમાં હળાહળ ઝેરના દર્શન થાય, હાસ્યાદિમાં ગુંડાઓના દર્શન થાય, એ આત્મા પોતાના દુશ્મનોને ઓળખે છે. જેને આ દુશ્મનોની પૂરી ઓળખાણ નથી, લોકદષ્ટિએ ઉચ્ચ સંયમી, તપસ્વી અને ત્યાગી હોય, તેને ય મોહરાજા વિકથાદિ અને હાસ્યાદિથી પોતાને આધીન કરી દે છે. કેરીનો રસ છોડવો હજી કદાચ સહેલો છે, પણ વિકથા વગેરે છોડવા ખૂબ મુશ્કેલ છે. અનાદિ કાળથી સતત અશુભ સંસ્કારો આ આત્માનો કબજો જમાવી બેઠા છે. આજે
(૧૫૩)