________________
कथमपि समवाप्य बोधिरत्नं, युगसमिलादिनिदर्शनादुरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन्, વિમપિ હિતં નમણે થોડર્થતં શા કરો
યુગ મિલા વગેરેના દષ્ટાન્તોથી દુર્લભ એવા બોધિરત્નને પામીને તું શત્રુઓને વશ થયા વિના કાંઈ એવું હિત કર કે જેનાથી તને અભીષ્ટ સુખ મળી જાય.
યુગસમિલાદિ દષ્ટાન્તો અનેક શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેનો સારાંશભૂત શ્લોક આ મુજબ છે
चोल्लकः पाशका धान्यानि यूतं रत्नानि स्वप्नचक्रम्। चर्म (कूर्मः) युगं परमाणुः दश दृष्टान्ता मनुजत्वलाभे॥
જેમ દરિયાના પૂર્વ છેડે યુગ અને પશ્ચિમ છેડે સમિલા નાખી દેવાય, તો કુદરતી રીતે તે બંનેનું જોડાઈ જવું હજી કદાચ સુલભ છે. પણ મનુષ્યપણું, બોધિલાભ ઈત્યાદિ ખૂબ દુર્લભ છે. આ રીતે અન્ય દષ્ટાન્તો પણ સોપનય સમજી લેવા. આવી દુર્લભ બોધિરત્નની પ્રાપ્તિ પણ તો જ સફળ થાય જો આત્મા શત્રુઓને વશ ન થાય અને આત્મહિતને સાધી લે. પણ એ શત્રુઓ કોણ છે ? એ તો જાણવું પડશે ને ? એ જ કહે છે
द्विषस्त्विमे ते विषयप्रमादा, असंवृता मानसदेहवाचः। असंयमाः सप्तदशापि हास्यादयश्च बिभ्यच्चर नित्यमेभ्यः॥५३॥
(૧૫૧)