________________
નિર્વાહની ચિંતા વગેરેનો ભાર પણ નથી, તો ય તું પરલોકમાં તારું હિત થાય એવો યત્ન કેમ નથી કરતો ?
બે દિવસ પહેલા ખાધેપીધે સુખી ગણાતો એક પરિવાર મારી પાસે આવ્યો. મને કહે કે હવે કેમ જીવવું એ પ્રશ્ન થઈ ગયો છે. દાળનો ભાવ પણ “૧૦૦ રૂપિયા કિલો’ નો છે. પહેલાં શાક મોંઘા ગણાતા. ગરીબ માણસો બંધ બારણે કઠોળ ખાઈ લેતા. પછી કઠોળ શાથ્થી ય મોંઘુ થઈ ગયું. એટલે રોટલી અને દાળથી ગાડુ ગબડાવવા માંડ્યું. પણ હવે તો દાળ પણ ગઈ, શું કરવું?
મોંઘવારી, બેકારી, ચારે બાજુથી ભીસ, આ બધાથી ઘેરાયેલા ગૃહસ્થને ધર્મનો સમય ક્યાંથી મળે ? અરે, જે સમય મળે છે, તેમાં પણ બિચારો કેટકેટલી ચિંતાથી શેકાતો હોય છે. આ સ્થિતિમાં એ ઈચ્છે તો ય કેટલી આરાધના કરી શકે ?
તને આવી કોઈ ચિંતા છે ખરી ? દાળ ને શાકની તો શું વાત કરવી ? ઉત્તમોત્તમ દ્રવ્યોથી તારી ભક્તિ થાય છે. આટઆટલી અનુકૂળતાઓ વચ્ચે ય જો તું ધર્મ નહીં કરે, તો તારો પરલોક માત્ર ને માત્ર પ્રતિકૂળતાઓથી જ પરિપૂર્ણ હશે. તારા પરલોકને બગાડીશ મા. પ્રત્યેક ક્ષણે પરલોકને નજર સામે રાખ અને તેને સુખમય કરી દેવાના લક્ષ્ય સાથે સાધનામગ્ન બની જા.
विराधितैः संयमसर्वयोगैः, पतिष्यतस्ते भवदुःखराशौ। शास्त्राणि शिष्योपधिपुस्तकाद्या, भक्ताश्च लोकाः शरणाय नालम्॥५५॥
(૧૫૬) :