________________
વ્યવહારિક રીતે ભલે આત્મા સાધનાના ક્ષેત્રમાં આવી ગયો, કપડાં ભલે બદલાઈ ગયાં, પણ આત્મા અને મન તો અશુભ સંસ્કારોથી વાસિત છે જ. માટે જ નાનુ પણ નિમિત્ત એને ક્ષણ વારમાં નીચે ઉતારી દેવા સમર્થ છે. સારામાં સારા મુદ્દાથી શરૂ થયેલ વાતો છેવટે નિંદા વગેરેમાં પરિણમી જશે. મનને છુટ્ટ મુકી દો એટલે એ ખરાબમાં ખરાબ વિચાર કરતાં ય ખચકાશે નહીં. માટે આત્માર્થી અને મન-વચન અને કાયાને સતત શુભયોગોમાં જોડી દેવા જોઈએ. એક ક્ષણ માટે પણ તેમને છુટ્ટા ન મુક્યા જોઇએ.
ત્રણ મૌનનો પ્રયોગ કરવા જેવો છે
(૧) વાચિક મૌન- જરૂર પૂરતું જ બોલવું. એ સિવાય સંપૂર્ણ વચનનિષેધ.
(૨) વાંચનિક મૌન- જે ગ્રંથનો અભ્યાસ ચાલું હોય, તે સિવાય કોઈ પણ ગ્રંથ, ચોપડી, માસિક, પત્રિકા, છાપા આદિનો વાંચનનિષેધ.
(રૂ) માનસિક મૌન- સ્વાધ્યાય, પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં મન એટલું પરોવી દીધું હોય, જેથી વિચારનો અવકાશ જ ન રહે, આ રીતે સંપૂર્ણ વિચારનિષેધ.
આ ત્રણે મૌન ઉત્તરોત્તર દુષ્કર છે. પણ જે આનો અમલ કરી શકે એ નિકટમોક્ષગામી છે એટલું નિશ્ચિત છે.
હાસ્યાદિથી પણ સાવધ રહેવું જરૂરી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેનાથી સામી વ્યક્તિ હસી પડે એવું બોલવું શ્રાવકને પણ કલ્પે નહીં. તો પછી સાધુની તો વાત જ ક્યાં રહી? સાધુ તો ધીર-ગંભીર હોય. ઠઠામશ્કરી, હાસ્ય અને સાધુતાને પરસ્પર કોઈ મેળ નથી. કેટલાંકને એવો ભ્રમ
(૧૫૪)