________________
છૂટી ગઈ હતી. સુવર્ણસિદ્ધિથી મેળવેલું સર્વ ધન એમણે સુકૃતમાં વાપરી નાખ્યું હતું. ઓ મુનિ ! 'પ્રમુડુચમનોવૃત્તિઃઆ શબ્દો બોલતા બોલતા તને સમતાની કોઈ સ્પર્શના થાય ખરી ? તારું હૃદય ઝંકૃત બની ઉઠે ખરું ? પૂજક-નિંદક બંને પ્રત્યે સમભાવ ધારણ કરવાની દિશામાં તારી કોઈ પ્રગતિ થાય ખરી ? જો ના, તો એ સ્તુતિ માત્ર પોપટપાઠ છે. ગ્રંથકારશ્રી તાત્ત્વિક્ષતિના પદથી તને પદભ્રષ્ટ કરીને બેધડક પણે તારા લલાટે વેશવિડંબકનું લેબલ લગાડી દેવા તૈયાર છે
तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो। सयणे य जणे य समो समो य माणावमाणेसु॥
(કાવયનિષ્ઠિ-૮૬૦) જો દ્રવ્યમાન પ્રશસ્ત હોય, ભાવથી પણ અપ્રશસ્ત અધ્યવસાય ન હોય, જેને મન જન અને સ્વજન સરખા હોય, માન-અપમાનમાં જેને સમભાવ હોય, તે જ શ્રમણ છે.
કો કે તારી ગહુલી ગાઈ અને તું હરખપદુડો બની ગયો, કોકે તારી નિંદાની નનામી પત્રિકા બહાર પાડી અને તું રાતો પીળો થઈ ગયો. તારી પદવી પ્રસંગે હજારો લોકો ઉમટી પડ્યા, તું ખુશખુશાલ થઈ ગયો. અને જો કોઈએ ભાવ પણ ન પૂછો, તો તારો બોઈલર ફાટ્યો.... જો ડગલે ને પગલે આ જ સ્થિતિ હોય, સાધુવેષમાં ય રાગદ્વેષના તાંડવ હોય તો ખરેખર તું સાધુ કહેડાવવાને લાયક જ નથી. સાધુ તો કેવા હોય! *
वंदिजमाणा न समुक्कसंति, हीलिजमाणा न समुज्जलंति। दंतेण चित्तेण चरंति धीरा, મુળ સમુથારીલિોલ ! (શાવરૂ વનિરૂિ-૮૬)
(૧૩૭)