________________
અંતરમાં મોક્ષની ઈચ્છા છે જેના ભાઈ ના. કીડી ને કરમિયા થી માંડીને માણસ સુધીના બધા જીવો અનુકૂળતાની શોધ કરી રહ્યા છે, તેમાં જ તારો નંબર છે. એ જીવો ય પ્રતિકૂળતાથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે, તો તારા લક્ષણ પણ એમની સાથે બરાબર મળી જાય છે. મારા ભાઈ ! જો ખરેખર તું સાધુ જ હોય, ખરેખર કર્મનિર્જરા માટે જ તું નીકળ્યો હોય, ખરેખર તને મોક્ષની ઝંખના હોય, તો તારી વૃત્તિ અને પ્રવૃત્તિનું શીર્ષાસન કરી દે. અનુકૂળતાથી ભાગી છૂટીને પ્રતિકૂળતાને ભેટી પડવાનું ચાલુ કરી
यो दानमानस्तुतिवन्दनादिभिन मोदतेऽन्यैर्न तु दुर्मनायते। अलाभलाभादिपरीषहान् सहन्, તિઃ સ તત્ત્વાલપો વિખ્યા ૪૬ો.
જે દાન, માન, સ્તુતિ અને વંદન વગેરેથી ખુશ થતો નથી અને અલાભ, અપમાન, નિંદા અને અવિનયથી નાખુશ પણ થતો નથી. આ રીતે જે અલાભ-લાભ વગેરે પરીષહોને સહન કરે છે, એ જ તત્ત્વદૃષ્ટિથી યતિ છે, બીજો તો વિડંબક છે.
દમદંત નામનો એક રાજા હતો. એક વાર શત્રુરાજા સાથે યુદ્ધ કરવા તે પોતાની નગરીથી દૂર ગયો. એનો ગેરલાભ લઈને કૌરવો અને પાંડવોએ તેની નગરી પર ચડાઈ કરી. રાજા અને લશ્કર તો હતા નહીં. નગરીને જીતીને તેઓ પાછા ફર્યા. આ બાજુ દમદંત રાજા યુદ્ધમાં વિજય મેળવીને પોતાની નગરીમાં પાછો ફર્યો. કૌરવ-પાંડવોનું કારસ્તાન જાણીને હસ્તિનાપુર પર ચડી આવ્યો. તેની સાથે યુદ્ધ કરવાની કૌરવ-પાંડવોની હિંમત ન હતી. તેઓ કિલ્લાના દરવાજા બંધ કરીને અંદર ભરાઈ ગયાં. બહારથી દમદૂત રાજાએ સિંહગર્જના કરી યુદ્ધનું આહ્વાહન આપ્યું. મારી
(૧૩૫)