________________
कुर्वे न सावधमिति प्रतिज्ञां, वदन्नकुर्वन्नपि देहमात्रात्। शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽसि कथं मुमुक्षुः ?॥४८॥
‘સાવદ્ય નહીં કરું આવી પ્રતિજ્ઞાને તું બોલે છે. પણ શરીરમાત્રથી જ સાવદ્ય કરતો નથી. બાકી ઉપાશ્રય આદિના કાર્યોમાં ગૃહસ્થોને હૃદયથી કે વાણીથી પ્રેરણા કરે છે, તો તું મુમુક્ષુ જ શાનો?
કરેમિ ભંતે' ની પ્રતિજ્ઞા દ્વારા માવજીવ માટે મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદનથી સાવધના પચ્ચખાણ થાય છે. આ પ્રતિજ્ઞા ર્યા બાદ તું માત્ર શરીરથી જ પાપ નથી કરતો. તારી વાણી સાવધની પ્રેરણા કરે છે - અહીં આમ કરો – અહીં તેમ કરો. હાય, એક નાનકડા વાક્યથી એ સાવદ્ય તારે માથે ઝીંકાઈ જાય છે. સાવઝ નાભિ મુળી | (તરવૈરાનિE -૪૦) મુનિ સાવદ્ય કરે તો નહીં જ, સાવદ્ય બોલે પણ નહીં, અરે સાવધની અનુમોદના પણ ન કરે, તો સાવદ્યની પ્રેરણા કરવાની તો વાત જ ક્યાં રહી?
એ અહીં લાઈટ કર’ આવું બોલાય ખરું ? “ન બોલીએ તો કોઈ પડી જાય” એ બચાવ નથી. કરાવવું પડે એ વાત અલગ છે, અને બેફામ રીતે બોલીને કરાવે એ વાત અલગ છે. આવી ભાષા સાંભળીને શ્રાવકો અને શૈક્ષો યા તો ડઘાઈ જાય અને યા તો એમ સમજી લે કે “સંયમજીવનમાં આવું કહેવું એ અધિકૃત ચેષ્ટા જ હશે. ભગવાને આની અનુજ્ઞા આપી જ હશે.' પરમાત્માના શાસનની આ કેટલી મોટી આશાતના !
(૧૪૪)