________________
શ્રીસંઘ તૈયાર છે. હા, એનાથી વધુ તો કોઈ ઇચ્છા ન જ હોવી જોઇએ. ઋદ્ધિ-રસ-શાતા ગારવોને વશ થઈને વિશિષ્ટ પરિગ્રહની કામનાથી કે યશપ્રતિષ્ઠાની ઇચ્છાથી કોઈ તેવું કરે એ તો હાથી વેંચીને ગધેડો ખરીદવા જેવું છે. યોગસારમાં કહ્યું છે
किन्तु सातैकलिप्सुः स वस्त्राहारादिमूर्च्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ॥ कथयंश्च निमित्ताद्यं लाभालाभं शुभाशुभम् । कोटिं काकिणीमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् ॥१३७-१३८॥
પણ સુખમાત્રનો અભિલાષી એ વેષધારી સાધુ વસ્ત્ર, આહાર વગેરેના મૂર્છાથી મંત્ર-તંત્ર કરે છે. ગૃહસ્થોના ઘરમાં માથું મારે છે. નિમિત્ત વગેરે કહે છે. ધંધામાં લાભ થશે કે નહીં તે કહે છે. શુભ-અશુભ ભવિષ્યવાણી કરે છે. અને આ રીતે કાકિણીમાત્રથી કરોડ રૂપિયા હારી જાય છે.
ઓ મુનિ ! માની લે કે તારું ધાર્યું બધુ જ થઈ ગયું. હવે તું આંખો બંધ કરીને વિચાર કર કે આમાં તને શું લાભ થયો ? તારા આત્માનું કર્યું કાર્ય સિદ્ધ થયું ? તું ચારિત્રની ભૂમિકાએથી તો ઉતરી જ ગયો. સ્વમાનની ભૂમિકાથી પણ ઉતરી ગયો. માટે જ બે બદામના શ્રીમંતોની તું ખુશામત કરી બેઠો. તું કોણ અને એ કોણ એની તો સરખામણી કર....
चारित्रैश्वर्यसम्पन्नं पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्त्तिनम् ॥ ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । भावनिः स्वधनेशानां ललनानि करोत्यसौ ॥
(૧૪૨ )
(યોગસાર ૧૧-૧૪૦)