________________
થોડો પણ ગૃહિપ્રસંગ શુદ્ધ મુનિને કલંકિત કરી દે છે, જેમ કે તે વારત્તઋષિની પ્રદ્યોતરાજાએ મશ્કરી કરી હતી.
‘ડરો નહીં આટલું કહેવા માત્રથી ય જે સંયમ મલિન થતું હોય તો ગૃહસ્થ પર મમત્વ રાખવાથી તો શું ન થાય એ જ પ્રશ્ન છે. માટે જ ગ્રંથકારશ્રી તો બેધડક પણે કહે છે કે તારા અને તેમના પાપોથી તું સંસારમાં ભટકવાનો...
त्यक्त्वा गृहं स्वं परगेहचिन्तातप्तस्य को नाम ? गुणस्तवर्षे !। आजीविकास्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा॥४७॥
ઓ ઋષિ ! પોતાનું ઘર છોડ્યા પછી બીજાના ઘરની ચિંતાથી તું સંતાપ પામ્યા કરે છે, એનાથી તને શું લાભ થવાનો છે? સાધુવેષથી કદાચ અહીં તારી આજીવિકા થઈ જશે, પણ પરલોકમાં તારી ભયંકર દુર્ગતિનું નિવારણ તો દુશક્ય બની
જશે.
એક ગોઝારી પળે દીક્ષિતના લક્ષ્યમાંથી મોક્ષ ખસી જાય છે અને એ મુર્ત મહારાજ બની જાય છે. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી.... હાય.... ત્રિવિધ ત્રિવિધ લીધેલા સાવદ્યના પચ્ચખાણ નું કેવું બેફામ ખંડન ! ઓ મુનિ ! સાધુપણામાં તારે જરૂર શાની છે ? શું આ બધું નહીં કરે તો તને ગોચરી નહીં મળે ? શું રહેવા મકાન નહીં મળે ? શું તારા વસ્ત્ર-પાત્રઔષધિની જરૂરિયાતો પૂરી નહીં થાય. હિંદુસ્તાનના કોઈ પણ ખૂણે બેઠેલા નાનામાં નાના મહાત્માની ઉપરોક્ત બધી જરૂરિયાતો પૂરી પાડવા માટે
(૧૪૧)