________________
કેટલાંય મહર્ષિઓ નિર્જરા માટે ઉદીરણા કરીને પણ ઉગ્ર આતાપના વગેરેને સહન કરે છે. તો પછી હે ભિક્ષ! તું મોક્ષને ઇચ્છે છે તો ય પ્રસંગોપાત આવી પડેલા સાવ નાના કષ્ટને યા કેમ સહન કરતો નથી?
એક મહાત્મા શેરડીના ખેતરમાં અપાણે વોસિરામિ' કરીને ઊભા રહી ગયાં. આખી રાત દંશપરીષહ સહન કર્યો. સવારે કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયાં. એક મહાત્મા પર્વત પર તપેલી શિલા પર સંથારી ગયા. તેમની કોમળ કાયા થોડી જ વારમાં મીણની જેમ ઓગળી ગઈ. એ મહાત્માએ એ જ દશામાં શપબ્રેણિ પર આરોહણ કર્યું, કેવળજ્ઞાન પામ્યા. અંતર્મહર્તિમાં તો સમુદ્યાત અને શૈલેષીકરણ કરીને મોક્ષ પણ પામી ગયાં. શિયાળાની ભયાનક ઠંડીમાં ચાર મહાત્માઓએ રાત્રિકાયોત્સર્ગ લગાવી દીધો. એક ઉપાશ્રયની બહાર-ઊભા રહ્યા. બીજા ગામના ચોતરે ઊભા રહ્યા, ત્રીજા ગામના પાદરે ઊભા રહ્યા અને ચોથા જંગલમાં ઊભા રહ્યા. ક્રમશઃ રાત્રિના ચોથા, ત્રીજા, બીજા, અને પહેલાં પહોરની સમાપ્તિએ એ મહાત્માઓ. કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયાં.
આને કહેવાય પરીષહોની ઉદીરણા. આને કહેવાય કર્યસંગ્રામમાં સામી છાતીએ ધસી જવું. આને કહેવાય મરણિયા થઈને કર્મોની સેનાના ભુકે-ભુક્કા બોલાવી દેવા. ઓ મુનિ ! એ મહાત્માઓ તો સામે ચાલીને કષ્ટોને સહન કરવા ગયા હતાં, તું સામે ચાલીને તો જતો જ નથી, ઉલ્ટ જોગાનુજોગ કોઇક કષ્ટ આવી પડ્યું છે. એ ય સાવ થોડું છે. ઓ મુનિ ! જો તું મોક્ષ માટે જ નીકળ્યો છે, તો શું તું આટલું કષ્ટ પણ સહન નહીં કરે ? શું તું એનાથી ય ભાગી છૂટવા માટે ફાંફાં મારીશ ? થોડી ઠંડીગરમી-મચ્છરો હશે, અને તું જે આવે એની પાસે એના રોદણા રોયા કરીશ ? તો પછી તું મુમુક્ષુ જ શાનો ? કોણ માનશે કે ખરેખર તારા
(૧૩૪)