________________
પ્રમાદથી પોતે ભણ્યા ન હોય. અને ઈર્ષ્યાથી બીજા ભણે એ જોવાતું ન હોય. બીજાનો સ્વાધ્યાય, બીજાની વ્યાખ્યાનસભા, બીજા દ્વારા થતી અંજનશલાકા-પ્રતિષ્ઠા ઇત્યાદિ જો તારાથી સહન ન થતું હોય, તો સમજી લે કે તું તારા ગળામાં મોટો પત્થર બાંધી રહ્યો છે. તારી પાસે પાત્રતા જ નથી, તો ઐશ્વર્ય આવે ક્યાંથી ? તારું પુણ્ય જ નથી તો તારી આદેયતા ક્યાંથી થાય? તને જે જોઈએ છે એ મેળવવા ય તને પુણ્યની આવશ્યક્તા છે, અને તું પુણ્ય ભેગુ કરવાને બદલે બીજાની ઈર્ષ્યા કરીને પાપ બાંધી રહ્યો છે. હાથે કરીને પગ પર કુહાડો મારીને પછી દુઃખના રોદણા રોવા, એ તારી કેવી મૂર્ખતા ! બીજાની ઈર્ષ્યા કરી કરીને બળી મરવા કરતા તું ય સાધના કરવા લાગી જા ને ? બીજાની લીટી નાની કરીને તારી લીટી મોટી દેખાડવાનો અધમ પ્રયત્ન કરવા કરતાં જેની ઈર્ષ્યા કરે છે, એનું જ આલંબન લઈને તારી લીટી મોટી કરવાનો પ્રયત્ન જ કર ને ?
જે પ્રમોદનો વિષય છે એને તું મત્સરનો વિષય કેમ બનાવે છે ? મહાત્મા આગળ વધે છે, તો તું આનંદ પામ. એમની પદવી થઈ રહી છે, તો તું હદયથી અભિનંદન આપ. એમની સોમી ઓળીનું પારણુ ધામ-ધૂમથી થઈ રહ્યું છે, તો બે અણુ પાડ. એક એમની સાધનાની પૂર્ણાહુતિથી હર્ષના અને બીજા તારી નિસત્ત્વતાથી અને બાવો બેઠો, વૃત્તિથી શોકના. ધન્ય છે એ મહાત્માઓ જેઓ સાધનાના શિખરોને સર કરી રહ્યા છે, ધન્ય છે એ આત્માઓને જેઓ પૂર્વકૃત સુકૃતના ફળોને ભોગવી રહ્યા છે. આ રીતે એમની અનુમોદના જ કર ને ? એનાથી તું ઈર્ષ્યાજનિત નુકશાનથી તો બચી જ જઈશ, અનુમોદનાજનિત લાભ પણ પામી જઈશ. ઉપદેશમાલાકારે ઈષ્યવૃત્તિ પર આકરા પ્રહારો કરતાં કહ્યું છે
(૧૩૨)