________________
जे णो करंति मणसा णिजियआहारसन्न सोइंदी। पुढवी कायारंभं खंतिजुआ ते मुणी वंदे॥
જેમણે આહારસંજ્ઞાને જીતી લીધી છે, એવા શ્રોત્રેન્દ્રિયના ધારક, સાન્તિયુક્ત મુનિઓ મનથી પૃથ્વીકાયારંભ કરતા નથી, તેમને હું વંદન
ध्रुवः प्रमादैर्भववारिधौ मुने !, तव प्रपातः परमत्सरः पुनः। गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्, कथं तदोन्मजनमप्यवाप्स्यसि॥४३॥
ઓ મુનિ ! તારા પ્રમાદોથી તું ભવસાગરમાં ડૂબી જઈશ. એ તો નિશ્ચિત જ છે. પણ એની સાથે બીજાને મત્સર કરવાનો તારો જે દોષ છે, એ તો ગળામાં બાંધેલી મોટી શિલા જેવો છે, તો તું પાછો ઉપર પણ શી રીતે આવીશ?
ડુબે એ તો હજી ક્યારેક ઉપર આવે પણ ગળે મોટો પત્થર બાંધીને ડુબે, એ ક્યારે ઉપર આવે ? પ્રમાદ એટલે ડુબવું અને ઈર્ષ્યા એટલે ગળે પત્થર બાંધીને ડુબવું. બીજાનો ઉત્કર્ષ સહન ન થવો એનું જ નામ ઈર્ષ્યા.
એક સાધ્વીજીના ગ્રુપમાં અમુક સાધ્વીજીઓનો પંડિતજી પાસે પાઠ ચાલતો હતો. તેઓ સવારે વહેલા પાઠ રાખે, તો તેમને વડીલો પહેલીનું પાણી સોંપે અને મોડો પાઠ રાખે તો બીજીનું પાણી સોંપે. પાઠ માટે અનુકૂળતા કરી આપવા તેઓ વિનંતિ કરે, તો કહે, "માંડલીની ભક્તિ નથી કરવી ?... બસ, ભણ્યા કરવું છે ? આ રીતે તો સ્વાધ્યાય બધો ફૂટી નીકળશે....' વગેરે.
(૧૩૧)