________________
સુખ-દુઃખનું કારણ છે કર્મ અને કર્મબંધનનું કારણ છે મન. આગમમાં પણ કહ્યું છે- પરિપIITમાં પHIU - પરિણામમાં જે હોય. જે અધ્યવસાય હોય તે પ્રમાણ છે.
नार्या यथान्यसत्तायास्तत्र भावे सदा स्थिते। . तद्योगः पापबन्धाय तथा धर्मेऽपि दृश्यताम् ।
કોઈ સ્ત્રી પરપુરુષમાં આસક્ત હોય, એના મનમાં સતત પરપુરુષ જ રમતો હોય, તો એ પતિસેવા, ઘરકામ આદિ ગમે તે કામ કરે, તે કરતાં કરતાં પણ તેને વ્યભિચારપ્રત્યયિક પાપબંધ થતો જ રહે છે. તથા સમ્યગ્દષ્ટિ જીવનું મન હંમેશા મોલમાં અને મોક્ષના સાધન દર્શન-જ્ઞાન-ચારિત્રમાં રમતું હોય. માટે તેનું શરીર સાંસારિક પ્રવૃત્તિ કરતું હોવા છતાં પણ તેને પુણ્યકર્મનો બંધ અને પાપ કર્મની નિર્જરા થતી રહે છે. આ રીતે મન જ કર્મબંધના કારણ તરીકે સિદ્ધ થાય છે.
હવે પ્રશ્ન એ આવે છે કે એવો ક્યો ઉપાય છે કે જેનાથી મન પ્રશસ્ત અધ્યવસાયમાં રમતું રહે, જવાબ છે - પ્રશસ્ત આલંબન. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે
आलम्बनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः। इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दद्याद्॥
(અધ્યાત્મસાર ૨૦-૧૧) પ્રશસ્ત આલંબનોથી પ્રાયઃ ભાવ પ્રશસ્ત જ થાય છે. માટે સાલંબન યોગીએ મનને પ્રશસ્ત આલંબનમાં જોડી દેવું જોઈએ.
અક્રમ-ચક્રમની વાતો કરીને સીધી નિરાલંબનતાની વાતો કરવી એ મૂર્ખતા છે. એમાં તો બાવાના બે ય બગડ્યાનો ઘાટ ઘડાય છે.
(૧૨૯)