________________
સ્તવનની પંક્તિઓ છે- જે તે વર્યા વેગળા તે મેં આવા લીધા - પ્રભુએ જેનું વર્જન કર્યું અને તું વરી ગયો અને પ્રભુ જેને વર્યા એનું તે વર્જન કર્યું. હાય પ્રભુ સાથેની આ તે કેવી આડાઈ ! જિનાજ્ઞા સાથેની તારી આ તે કેવી વક્રતા! મન-વચન-કાયા.. બધું જ તારું કલંક્તિ છે, સમ્યગૃષ્ટિ દેવતાઓ નીચે ઉતરે તો શાસનપ્રેમને કારણે તને કડક સજા કરે. તારો મોહરો જો ઉતરી જાય તો તારા ભક્તો જ તને લાકડીએ લાકડીએ ફટકારે, તારો ભાંડો જો ફૂટી જાય તો દુનિયા ચાર મોંએ તારી નિંદા કરે. તો ય તું શેખચિલ્લીના સપના જુએ છે? મહાચારિત્રીને પ્રાયોગ્ય લબ્ધિઓના અભરખા કરે છે ? માત્ર સાધનાથી જ મળે એવી સિદ્ધિઓને સાવ મફતમાં ઈચ્છે છે ? ઓ આત્મન્ ! મને કહેવા દે, કે તું તારા મનોરથોથી જ ખતમ થઈ જવાનો છે.
આશય એ છે કે તારા મન-વચન-કાયાના કલંકો તો તારો સત્યાનાશવાળી શકે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ આટલા કલંકો વચ્ચે પણ તું લબ્ધિ ને સિદ્ધિની ઈચ્છા કરે છે ને ? એ ઈચ્છા જ તારો સત્યાનાશ કરવા પૂરતી છે.
मनोवशस्ते सुखदुःखसङ्गमो, मनो मिलेद्यैस्तु तदात्मकं भवेत् । प्रमादचौरैरिति वार्यतां मिलછીનિિમત્રનુષાંનિશમ્ ા ૪૨
તને સુખ-દુઃખનો જે સંગમ થાય, તેમાં કારણ છે તારું મન. અને મન જેની સાથે મળે છે એની સાથે એ તન્મય થઈ જાય છે. માટે પ્રમાદરૂપી ચોરો સાથે મળતા મનને તું અટકાવી દે અને શીલાંગરૂપી મિત્રો સાથે સદા માટે જોડી દે.
(૧૨૮)