________________
सावज्जणवज्जाण वयणाणं जो न जाणइ विसेसं । वोत्तुं पि तस्स न खमं किमंग पुण देसणं काउं ?
જે સાવદ્ય વચન અને નિરવદ્ય વચનનો વિવેક જાણતો નથી. તેનું તો બોલવું પણ ઉચિત નથી, તો દેશના આપવાની તો વાત જ ક્યાં રહી?
સહસાભાષણ, ‘જ’કાર પૂર્વકનું વચન, મૃષાભાષણ, સાવદ્યભાષણ, ક્રોધ-લોભ-ભય-હાસ્યયુક્ત વચન.... આ બધા દોષો પ્રત્યે ગ્રંથકારશ્રીએ વનોઽવ્યવયૈઃ - આ વચન દ્વારા નિર્દેશ કર્યો છે. નકામી વાતો, વિકથા આદિ પણ એના જ ઉપલક્ષણથી સમજી લેવાનું છે. એક અણુબોમ્બ કદાચ લાખોને ખતમ કરી દે. પણ એક સાવદ્યવચન તો એક આત્માના અનંત મરણનું કારણ બની જાય. શું વધુ ભયંકર ? અણુબોમ્બ કે સાવદ્યવચન ?
વળી, તારું શરીર પ્રમાદોથી કલંકિત છે. બારી-બારણાની જયણા કરતાં રજોહરણ ફેરવતા ય તને આળસ ચડે. અરે અસદભ્યાસના પાપે હવે તો તને પૂજવાનું યાદ પણ નથી આવતું. પ્રતિક્રમણ ઊભા ઊભા કરતા પગ દુ:ખે અને ઊભા ઊભા વાતો કરતાં કલાક જતો રહે. તો ય ખ્યાલ ન આવે.
ગૌતમસ્વામી - સુધર્માસ્વામી આદિનું વર્ણન કરતાં આગમોમાં કહ્યું છે-દું નાનૂ અહોસિરે.
ઉત્કટિક આસનસ્થ એવા તેમના જાનુ ઊંચા હતાં અને મસ્તક નીચે ઝૂકેલું હતું. જ્ઞાનોદ્દોવગણ - ધ્યાનકોષ્ઠમાં તેઓ સંપૂર્ણપણે સમાઈ ગયા હતા. આનાથી વિપરીત સ્થિતિ તારી જોઈ લે અદ્દો નાણુ દું સિરે – જાનુ નીચે અને માથુ ઉપર.
( ૧૨૭ )