________________
ઓ મુનિ ! આ વ્યાખ્યાઓને અંતરમાં કોતરી રાખ, પ્રમાદ એ જ મૃત્યુ, પ્રમાદ એ જ સંસાર, પ્રમાદ એ જ નરક, ઝેર ખાવું હજી કદાચ સારું, પણ પ્રમાદ કરવો સારો નહીં- કવિ ચ વિરવયવં વિર્સ, નો પુણો સેવિયબ્બો પમાગો- (સમરાઈગ્ય કહા)
हतं मनस्ते कुविकल्पजालैर्वचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः। लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन्, मनोरथैरेव हहा ! हतोऽसि ॥४१॥
તારું મન કુવિકલ્પોથી વિનષ્ટ છે, વચન સાવદ્યભાષણોથી વિનષ્ટ છે, શરીર પ્રમાદોથી વિહત છે, તો ય તું લબ્ધિ અને સિદ્ધિ ઈચ્છે છે, તો તારા મનોરથોથી જ તું હણાયેલો છે.
દરિયો કદી કહેતો નથી કે મને પાણી આપો, પણ ચારે બાજુથી પાણી આવી આવીને એમાં ઠલવાઈ જાય છે. કારણ કે એ પાત્ર છે. જે પાત્ર હોય એને અપ્રાર્થિત સંપત્તિઓ મળ્યા વિના રહેતી નથી.
नोदन्वानर्थितामेति न चाम्भोभिर्न पूर्यते। आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति सम्पदः॥
સંપત્તિની તને ઈચ્છા છે. ભક્તોના ટોળે ટોળા ભેગા થાય એવી તારી ઝંખના છે. તારો મોટો શિષ્ય પરિવાર થાય એવી તારી અભિલાષા છે. મુખ્ય મંત્રીઓ અને પ્રધાનમંત્રીઓ તારી પગચંપી કરે એવું ય તને મન થાય છે. તું બોલે એ થઈ જાય એવી આદેયતા અને વચનસિદ્ધિ તને ઇષ્ટ છે પણ આવી લબ્ધિઓ અને સિદ્ધિઓની પાત્રતા તારામાં છે ખરી ? તારા મનના ઠેકાણા નથી. સતત ભટકતું રહેતું તારું મન. કેટલા ખરાબ
(૧૨૫ )