________________
પરિભાવન કર. એક માત્ર ધર્મ જ તરણોપાય છે. બોધિ ખૂબ ખૂબ ખૂબ દુર્લભ છે, એનો તું વિમર્શ કરી લે. બસ, તું આટલું કર પછી તને સાધનાનો ઉલ્લાસ જાગ્યા વિના નહીં રહે.
ષોડશક પ્રકરણમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છેसिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव। दुष्कृतसुकृतविपाकालोचनं मूलमस्यापि॥ एतस्मिन् खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्तव्यः। મામૂર્તમિદંપરHસર્વર્યાદિયામાયા ૧૨/૧૬-૧૬
સિદ્ધાન્તસ્થા, સત્સંગ, મૃત્યુનું ચિંતન, દુષ્કૃતવિપાકનું ચિંતન તથા સુકૃતવિપાકનું ચિંતન એ શ્રુતગર્ભિત ગુરુવિનયનું પણ મૂળ છે. આ પાંચ વસ્તુમાં વિદ્વાને હંમેશા સમ્યક પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સમસ્ત યોગમાર્ગનું ઉદ્દભવસ્થાન આ જ છે.
એમાં જેટલી ખામી હોય એટલી સાધનામાં ખામી. એટલે જ તો પ્રાર્થનાસૂત્રમાં સૌ પ્રથમ માંગણી ભવનિર્વેદની કરી છે. જન્મ-જરામરણમય ચતુર્ગતિક સંસાર પર જ્યાં સુધી નફરત ન છૂટી જાય, જ્યાં સુધી સંસારનો તીવ્ર કંટાળો જાગૃત ન થાય. જ્યાં સુધી સંસારમાં લેશ પણ સુખના દર્શન થાય. ત્યાં સુધી સાધનાનો સહજ અદમ્ય ઉલ્લાસ ન જાગે. ત્યાં સુધી બહાનાબાજી બંધ ન થાય. માટે પહેલા નંબરમાં તો ઝળહળતો વૈરાગ્ય જોઈએ. માટે જ તો દીક્ષાર્થીની પાત્રતાનો વિચાર કરતાં કરતાં, અનેક ગુણોની છણાવટ ર્યા પછી છેલ્લે શાસ્ત્રકારોએ કહ્યું કે બીજું બધુ કદાચ ઓછું-વતુ હોય, પણ જો એનામાં વૈરાગ્ય અને ગુરુસમર્પણ આ બે ગુણો હોય તો એ પણ દીક્ષા માટે યોગ્ય પાત્ર છે.
(૧૨૩)