________________
શકે ? મુહપત્તિના ઉપયોગ વિના બોલવામાં ક્યો અપવાદ મળી શકે ? નિષ્કારણ દોષિત વાપરવામાં કયો અપવાદ મળી શકે ? બે દાદરા ચડીને પણ અલ્પદોષવાળા સ્થાને પરઠવીને પારિષ્ઠા, સમિતિ આરાધના કરવામાં કે એક કિ.મી. દૂર થંડિલભૂમિ ન જવામાં કયો અપવાદ મળી શકે ? મનને ભટકતું રહેવા દેવું અને અનિત્યાદિ ભાવનાઓ ન ભાવવી એમાં ક્યો અપવાદ મળી શકે ? ' અરે, જ્યાં પોતાના મનથી કારણની કલ્પના કરીને દોષ સેવાય, એ કારણ વાસ્તવમાં પુણાલંબન ન હોય, એવી પણ શક્યતા છે. કારણ કે નિઃસર્વ જીવને મન તો બધું કારણ જ છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે
आलंबणाण लोगो भरिओ जीवस्स अजउकामस्स। जं जं पिच्छइ लोए तं तं आलंबणं कुणइ॥ ११८८॥
જેને સાધના નથી કરવી એવા જીવ માટે આખી દુનિયા આલંબનથી ભરેલી છે. એને જે જે દેખાશે એ બધાને અપવાદ (7) નું આલંબન સમજી લેશે.
વિદેશની વાત છે. એક યુવાન ઓફિસથી થાક્યો પાક્યો ઘરે આવ્યો. આવીને સીધો સોફા પર ઢસડાઈ પડ્યો. જાણે આંગળી હલાવવાની પણ શક્તિ રહી ન હતી. એવામાં ફોનની રીંગ વાગી. એણે રિસિવર ઉપાડ્યું. હેલો... એ સ્ત્રીંગની જેમ ઉછળી પડ્યો. એના મિત્રનો ફોન હતો. ડાન્સ પાર્ટીનું આમંત્રણ મળ્યું હતું. ફોન મૂકીને એ ઉલ્લાસથી દોડી ગયો. બાઈક મારી મૂકી. રાતના ત્રણ વાગ્યા સુધી મન મૂકીને નાચ્યો.
થાક એમાં લાગે છે કે જે કરવાની આપણી રુચિ નથી. બહાનુ એમાં કઢાય છે કે જે સાધનામાં આપણને રસ નથી. આ હકીક્ત કેટલી
(૧૨૧)