________________
મારી પાસે એક પણ એવું સદાચરણ નથી કે જેના બળે હું સદ્ગતિમાં જઈ શકું. હાય, મરણાંતે મંદપુષ્યને કોણ સહારો બને?
નિશ્ચિત તો હોય સુસાધુ. નથી આલોકની ચિંતા કે નથી પરલોકની ચિંતા. ઉપદેશમાલાકારે જ કહ્યું છે
कत्तो चिंता सुचरियतवस्स गुणसुट्टियस्स साहुस्स ?। सोगइगमपडिहत्थो, जो अच्छइ नियमभरियभरो॥४७०॥
જેમણે સારી રીતે તપસાધના કરી લીધી છે. જે ગુણોમાં સુસ્થિત છે. જેમણે સદ્ગતિનું રીઝર્વેશન કરાવી લીધું છે. જે હંમેશા નિયમોના ભારથી ભરેલા જ રહે છે. એવા મહાત્માને શાની ચિંતા હોય?
અહીં સમતાસુખનો આનંદ છે. આરાધનાનો આલાદ છે. અને પરલોકમાં દેવેન્દ્ર, અહમિન્દ્ર અને સિદ્ધના સુખો છે. સંયમની કેવી શક્તિ ! આવા સંયમની પ્રાપ્તિ થયા પછી ય તું પ્રમાદ કરે છે ?
महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः। तद्भावनाः किं समितीश्च गुप्तीઈન્સ્ટશિવાર્થન્ન મન:પ્રાધ્યા? રૂ ..
હે મોક્ષાર્થી ! ઉગ્ર તપ, ધ્યાન, પરીષહતિતિક્ષા વગેરે વિશિષ્ટ સત્વથી કરી શકાય છે. જો એ કરવા તું સમર્થ નથી, તો ભાવના, સમિતિ અને ગુપ્તિ તો મનથી સાધી શકાય છે, એ ચ તું કેમ ધારણ કરતો નથી? ભૂકંપગ્રસ્ત વિસ્તારમાંથી એક કાર જઈ રહી હતી. ત્યાંના
(૧૧૯)