________________
ગ્રંથકારશ્રી પણ આ જ વાત કરે છે કે જેઓ સંયમમાં રત છે, તેમને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. પરમ એટલે સમગ્ર સંસારમાં બીજા કોઈને ન હોય એવું સુખ. હદયપ્રદીપ ષáિશિકામાં કહ્યું છે
न देवराजस्य न चक्रवर्तिनस्तन्नो सुखं रागयुतस्य मन्ये । વીતરાય ને સલામ
निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ॥ ३४॥ - રાગી એવા ઇન્દ્રકે ચક્રવર્તીને પણ તે સુખ પ્રાપ્ત નથી થતું કે જે સુખ સદા આત્મનિષ્ઠ એવા મુનિના મનમાં પ્રતિષ્ઠિત થાય છે.
ચારિત્રીને આલોક કે પરલોકની કોઈ ચિંતા નથી. અસંયમીને પાપાનુબંધી પુણ્યના ઉદયે કદાચ આલોકની ચિંતાઓ મટી ગઈ હોય, તો ય પરલોકની ચિંતા બમણી બની જાય છે. કદાચ એ જીવ પુણ્યોદયમાં ભાન ભૂલ્યો હોય, તો ય અંત સમયે તે કરૂણ ચિચિયારીઓ પાડે છે. એને પોતાની દુર્ગતિનો વિચાર ધ્રુજાવી દે છે. અને એ કલ્પાંત કરી મૂકે છે. ઉપદેશમાલામાં કહ્યું છે
आउं संविल्लंतो सिढिलंतो बंधणाइँ सव्वाइं। देहट्टिइं मुयंतो झायइ कलुणं बहुं जीवो॥ इक्कंपि नत्थि जं सुठु सुचरियं जह इमं बलं मज्झ।
નામદારો મરતે મંડપુ?િ ૪૬૭-૪૬૮.
આયુષ્ય તુટી રહ્યું હોય, બધા સાંધાઓ શિથિલ થઈ રહ્યા હોય, દેહસ્થિતિ છોડવાની તૈયારી હોય, ત્યારે જીવ બહુ કરુણ વિલાપ કરે છે,
(૧૧૮)