________________
હૃદયદ્રાવક દૃશ્યો જોતા જોતા એ કારમાં બેઠેલા એક યુવાને બીજા યુવાનને કહ્યું, ‘મારી પાસે અબજો રૂપિયા હોત તો હમણા જ દાન આપીને આ આખું ગામ ફરીથી બેઠું કરી દેત’ હજી તો આ વાત ચાલી રહી છે, ત્યાં કોઈ કારણસર કાર ઊભી રહી ગઈ. ભૂકંપનો ભોગ બનેલ કો'ક બાળક કાર પાસે દોડી આવ્યો. એના ૫ડાં ચીંથરેહાલ હતાં, તો શરીર લોહીલુહાણ હતું, એના કરતાં ય વધુ દુઃખ એને ભૂખનું હતું. એ પેલા યુવાન પાસે કાકલૂદી કરવા લાગ્યો, “સા'વ પર રુપયે તળિયે, વદત મૂરવ સંગી હૈ!” પેલા યુવાને એને ધુત્કારી કાઢ્યો, ‘ગા, ગા, તેરે નૈસે તો વત ગાયે, સડો ફૂંકયા ?” છોકરો બિચારો સાવ જ હેબતાઈ ગયો. યુવાનના ઈશારાથી કાર આગળ વધી ગઈ.
પાંચ રૂપિયા ય જેને છૂટતા નથી એની અબજોના દાનની વાત કેવી કહેવાય ? “ઉગ્ર તપ વગેરે મારાથી ન થઈ શકે, કાળ પડતો છે, શરીર નબળું છે, ખાન-પાનમાં કસ રહ્યો નથી. આવામાં ઓળી-એકાસણા શી રીતે થાય ?' આવી વાતો કરીને જે સમિતિ-ગુમિમાં ય પ્રમાદ કરે, એની વાતો માત્ર વાતો જ (વાક્માત્ર) કરે છે ને ? પુષ્પમાલામાં પણ કહ્યું છે
· जइ घोरतवच्चरणं असक्कणिजं न कीरए इण्डिं। किं सक्का विन कीरइ, जयणा सुपमजणाईया?॥१९१॥
જો ઉગ્ર તપશ્ચર્યા અને ઉગ્ર ચારિત્ર વર્તમાનમાં અશક્ય હોય અને તેથી એ ન કરી શકતો હોય, તો જે શક્ય છે એવી પણ સુંદર પ્રમાર્જનાદિ જયણા કેમ નથી કરતો ? જ્યાં શક્યનો પણ ઉલ્લાસ નથી ત્યાં અશક્યનો વિલાપ માયા માત્ર જ કરે છે. અપવાદ કદાચ ત્રીજા પહોરે વિહાર કરવાની બાબતમાં મળી શકે. અપવાદ કદાચ અપકૃતમાત્ર આહાર કરવાની બાબતમાં મળી શકે. પણ જોયા વિના ચાલવામાં ક્યો અપવાદ મળી
(૧૨૦)