________________
સાલંબન યોગનો સુદીર્ઘ અભ્યાસ થાય, કદાચ અનેક ભવો સુધી અભ્યાસ થાય, પછી નિરાલંબનયોગની કદાચ યોગ્યતા પ્રગટે. માટે જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કહે છે કે મન જેમાં મળે એની સાથે તન્મય બની જાય.
मज्झटिइ पुण एसा अणुसंगेण हवंति गुणदोसा। उक्किट्ठपुण्णपावा अणुसंगणं न घिप्पंति॥
(ષષ્ઠિરાત-૨૮) સંગ એવો રંગ એ મધ્યમ જીવોને અનુલક્ષીને કહ્યું છે. બાકી, જે ઉત્કૃષ્ટ પુણ્યશાળી છે, અને ઉત્કૃષ્ટ પાપી છે, તેમને સંગનો રંગ લાગતો નથી. જોઈ લો દૃષ્ટાંત, સ્થૂલભદ્રસ્વામી કોશા વેશ્યાને ત્યાં ગયા. કોરે કોરા પાછા આવ્યા. કાલસૌકરિક પ્રભુવીરના સમવસરણમાં ગયો. કોરે કોરો જ પાછો આવ્યો.
આપણો નંબર શેમાં ઉત્કૃષ્ટમાં કે પછી મધ્યમમાં ૧ પ્રાયઃ કરીને મધ્યમમાં. માટે જ ગ્રંથકારશ્રી કહે છે કે તું તારા મનને પ્રશસ્ત યોગોમાં જોડી દે. પ્રમાદરૂપી ચોરોનો પડછાયો પણ ના લઈશ. શીલાંગ એ જ તારા મિત્રો છે. એમની સોબત કદી છોડીશ મા. વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે શીલાંગો વિષે પ્રકાશ પાડતા કહ્યું છે
धर्माद् भूम्यादीन्द्रियसञ्जाभ्यः करणतश्च योगाच्च। शीलाङ्गसहस्राणामष्टादशकस्यास्ति निष्पत्तिः॥
(પ્રરામરતિ-૨૪૪) સમાદિ દશ યતિધર્મ, પૃથ્વીકાયાદિ ષટ્કાય, પાંચ ઇન્દ્રિય, આહારાદિ ચાર સંજ્ઞા, કરણ-કરાવણ-અનુમોદન અને મન-વચન-કાયા આના પરસ્પરના સંયોગથી અઢાર હજાર શીલાંગોની નિષ્પત્તિ થાય છે. જેમ કે
(૧૩૦)