________________
પોતાને વંદન કરાતા હોય તો જેમને જરાય ગર્વ ન થાય, પોતાનું અપમાન કરાતું હોય તો જેમને જરાય ગુસ્સો ન આવે, જેઓ ધીરપણે ચિત્તનું દમન કરે છે, રાગ-દ્વેષનો ભુક્કો બોલાવી દે છે, એવા સાધુ ભગવંતો હોય છે.
એક મહાત્મા મહાજ્ઞાની હતાં. સાથે ત્યાગી-વૈરાગી હતાં. એક નૂતનદીક્ષિત સાથે તેઓ ગોચરી ગયાં. એક વિસ્તાર ખૂબ ભાવિક નીકળ્યો. બધાએ ખૂબ ભાવથી વહોરાવ્યું. ત્યાંથી બહાર નીકળતા એ મહાત્મા બોલ્યા, “જ્ય સભ્યતે સાધુ- બહુ સારું થયું કે ગોચરી મળી ગઈ. આ સાંભળીને પેલા નૂતનદીક્ષિત તો વિચારમાં પડી ગયા. ‘આવા ત્યાગીવૈરાગી આટલી ગોચરીમાં લેપાઈ ગયા ૨૧૦' ઇત્યાદિ અનેક વિચાર તેમને આવી ગયા.
ત્યાંથી બીજા વિસ્તારમાં ગયાં. ત્યાં કોઈને ભાવ ન હતા, કોઈ ઘર બંધ હતા, કોઈને ત્યાં રસોઈ તૈયાર ન હતી. કોઈને ત્યાં વાસણ ધોવાતા હતાં. કોઈને ત્યાં પોતા થતા હતાં. એ વિસ્તારમાંથી બહાર નીકળતા એ મહાત્મા બોલ્યા, “સાધુવન સભ્યતે – નથી મળતું એ પણ સારું જ છે.' હવે નૂતનદીક્ષિતનો મગજ ગયો. તેને થયું કે આ મહાત્માનું આજે ઠેકાણે નથી લાગતું.’ આખો દિવસ નૂતનદીક્ષિતે ગડમથલ કરી. “એમનું ઠેકાણે નહીં હોય કે પછી આમાં કોઈ રહસ્ય હશે ? નચલે નચતે સાધુ, સાધુવ ન સભ્યતે....' પેલા મહાત્મા એ જ સમયે તેમની પાસે આવી ચડ્યા હતાં – તેમણે આ સમસ્યાની પૂર્તિ કરી દીધી.... ‘ઝન વધે તપસો વૃધેિ તુ પ્રાધાર - જો ન મળે તો તપોવૃદ્ધિ થાય છે. અને મળે તો પ્રાણધારણ થવાથી સંયમની આરાધના થાય છે. આ સાંભળીને નૂતનદીક્ષિત તેમના પગમાં પડી ગયાં.
(૧૩૮)