________________
વિચારો કરી નાખતું તારું મન. જો તારા મનના બધા વિચારો કોઈ રીતે
જાહેર થઈ જાય, તો તું કોઈને મોં બતાવી શકે ખરો ? - વચન પણ તારું વિસંસ્થલ છે. ગૃહસ્થ સાથે તું પાંચ મિનિટ વાત કરે, એમાં કેટલું સાવદ્ય ભાષણ થઈ ગયું એનો કદી હિસાબ કર્યો છે ખરો ? કોઈ જ્ઞાનીને પ્રશ્ન કરે તો કદાચ ખબર પડે કે સમગ્ર પર્યાયથી સંચિત કરેલ જે સંયમ ધન હતું, એ આ પાંચ મિનિટમાં સાફ થઈ ગયું.” અરે, આવો સફાયો તો કેટલીય વાર થઈ ગયો. દુનિયાની દૃષ્ટિમાં તું કદાચ મહાપુરુષ હોઈશ. પણ જ્ઞાનીઓની દૃષ્ટિમાં દેવાળિયો નહીં જ હોય, આવું તું ખાતરીપૂર્વક કહી શકે ખરો ?
દશવૈકાલિકસૂત્રમાં કેટલું સૂક્ષ્મ મૃષાવાદવિરમણવ્રત બતાવ્યું. જ્યાં સુધી સામે રહેલ પ્રાણી કૂતરો છે કે કૂતરી એવો નિશ્ચય ન થયો હોય, ત્યાં સુધી તેનો નિર્દેશ કરવાની જરૂર પડે તો કૂતરો કે કૂતરી ન કહેવું, પણ જાતિથી નિર્દેશ કરવો – અર્થાત્ કૂતરું કહેવું.
નિરવદ્યભાષણની પણ કેટલી સૂક્ષ્મતા બતાવી, “નદી હોડીથી તરાય એવી છે એવું ન કહેવું, પણ અગાધ પાણીવાળી છે એવું કહેવું. વૃક્ષો પ્રાસાદસ્તંભને ઉચિત છે એવું ન કહેવું, પણ જાતિમંત છે એવું કહેવું. આ બધું તો ઉપલક્ષણ છે. આ શાસ્ત્રવચનોથી જેની મતિ પરિકર્મિત બને એના પ્રત્યેક વાક્યમાં નિરવદ્યતાનો ઢોળ ચડી જાય. પણ સબૂર.... જેણે આ શાસ્ત્રવચનો સાંભળ્યા જ નથી, અથવા તો સાંભળીને ભૂલી ગયા છે, અથવા તો ગોખીને યાદ રાખવા છતાં ય તેનાથી મતિ પરિકર્મિત નથી થઈ, અને એટલે જ જેની વાણીમાં ધારાબદ્ધ રીતે સાવધતા સરી રહી છે, એનું શું? હાય, ડગલે ને પગલે દેવાળું, એક કુંકમાં સત્યાનાશ. માટે જ મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે
(૧૨૬).