________________
सुखाणुभिश्चेद्विषयादिजातैः, सन्तोष्यसे संयमकष्टभीरुः॥ ३७॥
ઓ મનિ ! જો તું સંયમના કષ્ટથી કરે છે અને વિષયાદિજનિત તુચ્છ સુખથી જ સંતોષ પામે છે, તો પછી તું સ્વર્ગ અને મોક્ષના સુખની સ્પૃહા છોડી દે અને તિર્યંચ-નરક વગેરેના દુખોને ભોગવવા માટે તૈયાર થઈ જા.
समग्रचिन्तार्तिहृतेरिहापि, यस्मिन् सुखं स्यात्परमं रतानाम्। परत्र चन्द्रादिमहोदयश्रीः, પ્રમાદપિ ચન્નેિ? રૂ૮.
જેમાં રમણ કરનારાઓની અહીં પણ બધી ચિંતા અને દુખો જતાં રહે છે, પરમ સુખની પ્રાપ્તિ થાય છે, અને પરલોકમાં ઇન્દ્ર વગેરે પદવી મળે છે, અહમિન્દ્ર વગેરે પદવી મળે છે, મુક્તિલક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્રમાં પણ તું પ્રમાદ કેમ કરે છે?
દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે ચારિત્રમાં સુખ પણ છે અને દુઃખ પણ છે
देवलोयसमाणो य परिआओ महेसिणं। रयाणं अरयाणं च महानरयसारिसो॥ (चू-१, श्लो-१०)
જેઓ સંયમમાં રતિ કરે છે એવા મોક્ષાર્થીઓને માટે સંયમ દેવલોક- સમાન છે. અને જેઓ સંયમમાં અરતિ કરે છે, એમના માટે સંયમ મહાનરકસમાન છે.
(૧૧૭)