________________
નરકે જતાં રહ્યા. આજે ખરી સમજ મળી છે. તો સ્વાધીનપણે સહી લઈએ.
सह कलेवर ! खेदमचिन्तयन्, स्ववशता हि पुनस्तव दुर्लभा। घनतरं च सहिष्यसि जीव ! हे, परवशो न च तत्र गुणोऽस्ति ते॥
ઓ મારા શરીર ! તું થાકીશ માં, તું કંટાળીશ મા, તું ઊંચો-નીચો થઈશ મા, તું ઈન્કાર કરીશ મા. તું માત્ર સહન કર્યો જા. કારણ કે ફરીથી તેને સ્વાધીનતા મળવી દુર્લભ છે. હે જીવ! પરાધીનપણે તને સહન તો ઘણું કરવું પડશે, પણ એનાથી તેને કોઈ લાભ નહીં થાય.
अणीयसा साम्यनियन्त्रणाभुवा, मुनेऽत्र कष्टेन चरित्रजेन च। . यदि क्षयो दुर्गतिगर्भवासगासुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६॥
ઓ મુનિ ! સમતાના થોડા નિયંત્રણથી અને ચારિત્રથી અહીં જે કષ્ટ પડે છે એનાથી જે દુર્ગતિ અને ગર્ભવાસના દુખોનો ક્ષય થઈ જતો હોય તો શું આ રીતે તારો સ્વાર્થ સધાઈ જતો નથી? જે પ્રયોજનથી તે દીક્ષા લીધી છે એ પ્રયોજન સિદ્ધ થઈ જતું નથી ?
त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्यग्नरकादिदुःखम् ।
(૧૧૬)