________________
ઉત્તરાધ્યયન સૂત્રના મૃગાપુત્રીય અધ્યયનમાં નરકની વેદનાનું જે
વર્ણન કર્યું છે, તે વાંચીને પણ કંપારી છૂટી જાય છે. મૃગાપુત્ર રાજકુમાર જાતિસ્મરણ જ્ઞાનથી પોતે પોતાની નરકને સાક્ષાત્ જુએ છે. એ જોયા પછી તેનું ભયાનક વર્ણન કરે છે અને છેલ્લે કહે છે
निच्वं भीएण तत्थेण दुहिएण वहिएण य । परमा दुहसंबद्धा वेयणा वेदिता मए ॥ तिव्वचंडप्पगाढाओ घोराओ अइदुस्सहा । महब्भयाओ भीमाओ नरएसु वेदिता मए ॥
जारिसा माणुसे लोए ताया दीसंति वेयणा । एतो अनंतगुणिया नरएसु दुक्खवेयणा ।।
(ઉત્તરાધ્યયન ૧૧/૯૧-રૂ)
નરકમાં હું હંમેશા ભયભીત હતો, હંમેશા દુ:ખી હતો અને સદા ય વ્યથિત હતો. પરમ દુઃખસંબદ્ધ એવી વેદના મેં ભોગવી. એ વેદના અત્યંત પ્રચંડ અને પ્રગાઢ હતી. ઘોર અને ખૂબ દુસ્સહ હતી. એ મહાભયા અને ભીષણ હતી. હે તાત ! મનુષ્યલોકમાં જેવી વેદનાઓ દેખાય છે, નરકમાં એના કરતા અનંતગુણ દુ:ખ વેદના છે.
ગર્ભાવાસની વેદના પણ કેટલી ભયંકર ! સાડાત્રણ કરોડ સોયા તપાવીને લાલચોળ કરવામાં આવે અને તેને એક સાથે સાડાત્રણ કરોડ રુંવાડામાં ઘોંચી દેવામાં આવે, એનાથી જે વેદના થાય, એના કરતાં આઠ ગણી વેદના ગર્ભાવાસની પ્રત્યેક ક્ષણે હોય છે. જન્મ સમયે તો એના કરતાં ચ અનંતગણી પીડા થાય છે.
ઓ મુનિ ! આ બધી નિયંત્રણામાંથી છૂટવું હોય, તો ચારિત્રની ( ૧૧૪ )