________________
અડધી રાતે કોઈ એમનો કોળિયો કરી જાય, કોઈ શિકારી એમને બંદૂકથી નિશાન બનાવી દે. નરકગતિની કેવી નિયંત્રણા !
अच्छिनीमीलियमेत्तं नत्थि सुक्खं दुक्खमेव पडिबद्धं । नरए नेरइयाणं अहोनिसि पच्चमाणाणं॥
જેમને આંખો પલકારો થાય એટલા સમયનું પણ સુખ નથી, માત્ર ને માત્ર દુઃખ જ જેમની સાથે પ્રતિબદ્ધ છે, રે, દિવસ-રાત ભઠ્ઠીમાં શેકાવા જેવી વેદના વેઠતા એ નારકો, એમને ક્યાંય શાંતિ નથી. બિચારા મરવા ચાહે છે પણ નરકાયુષ્યની નિયંત્રણા એમને મરવા પણ દેતી નથી.
दुर्गन्धतो यदणुतोऽपि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाणि। स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च, दुःखावनन्तगुणितौ भृशशैत्यतापौ॥ तीव्रा व्यथाः सुरकृता विविधाश्च यत्र क्रन्दारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् किं भाविनो न नरकात् कुमतेर्बिभेषि યજ્યોત સુર્વિષયૂઃ વષાથી
(5ધ્યમિપૂન ૮/૧૦-૧૧) જેની જરા પણ દુર્ગધથી આખું નગર મરી જાય, જ્યાં સાગરોપમાં જેટલા નિસ્પક્રમ આયુષ્ય છે. જ્યાંની ધરતીનો સ્પર્શ કરવત કરતાં પણ કર્કશ છે. જ્યાં ઠંડી-ગરમીના દુઃખ અહીં કરતાં અનંતગુણ છે. જ્યાં દેવકૃત વિવિધ વ્યથાઓ છે. જ્યાં આકાશ આકંદના અવાજોથી ભરેલું છે. ઓ કુમતિ ! શું તું આવા ભાવિ નરકાવાસથી ડરતો નથી કે ક્ષણિક સુખ આપનારા વિષયોથી આનંદ પામે છે, અને કષાયોમાં ભાન ભૂલે છે.
(૧૧૩)