________________
હજી તો શરીર શક્તિ વિકસિત થઈ હોય.... એવામાં ઝપાટાભેર એ શક્તિ જતી પણ રહે છે. યૌવન વીતી જાય અને શરીર સાવ ખોખલું બની જાય. અરે યૌવનની હાજરીમાં ય જાત જાતના રોગો શરીરને ફોલી ખાય. વૈરાગ્યશતકમાં કહ્યું છે
जाव न इंदियहाणी जाव न जररक्खसी परिप्फुरइ । जाव न रोगवियारा जाव न मच्चू समुल्लियइ ॥
જ્યાં સુધી ઇન્દ્રિયની હાનિ ન થાય, જ્યાં સુધી જરા રાક્ષસી પોતાનું પોત ન પ્રકાશે, જ્યાં સુધી રોગવિકારો ન થાય અને જ્યાં સુધી મૃત્યુ ન આવી પડે ત્યાં સુધી તું તારા આત્માનું કામ સાધી લે, કારણ કે પછી બાજી તારા હાથમાં નહીં રહે.
શરીર ‘પર’ છે. શરીર ઘસાય એમાં તારું કાંઈ ઘસાતું નથી. શરીર જેટલું નિચોવાય એટલો તું પુષ્ટ થવાનો છે. ઇટોપદેશ નામના ગ્રંથમાં કહ્યું છે
यज्जीवस्योपकाराय तद्देहस्यापकारकृत् । यद्देहस्योपकाराय तज्जीवस्यापकारकृत् ॥
જીવ પર ઉપકાર કરનારી જે વસ્તુ છે, તે શરીર પર અપકાર કરે છે. જે શરીર પર ઉપકાર કરે છે, શરીરની આળપંપાળ કરી શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે છે, તે જીવ પર અપકાર કરે છે.
ના ભાઈ ના, શરીરશુશ્રૂષા અને સંયમસાધના આ બંને તો સંભવિત જ નથી. શરીર પરનું મમત્વ તો ઉતારવું જ પડશે. શરીર પ્રત્યે તો કઠોરનઠોર બનવું જ પડશે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે દીક્ષાદ્વાત્રિંશિકામાં કહ્યું છે
( ૧૦૭ )