________________
કોઈ રસ્તો જ નથી. એક છોડીશ તો બીજું તો તારે સ્વીકારવું જ પડશે. હવે તું તારી વિશેષદૃષ્ટિથી નિરીક્ષણ કરી લે, કયો સોદો મોંઘો છે ? અને કયો સોદો સસ્તો છે ? તને શું પોસાય એવું છે ? એનો વિચાર કરી લે, અને બેમાંથી એકને ફગાવી દે અને બીજાને અપનાવી દે.
?
शमत्र यद्विन्दुरिव प्रमादजं, परत्र यच्चाब्धिरिव द्युमुक्तिजम् । तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्याऽन्यतरद् गृहाण तत् ॥ ३३॥
અહીં જે પ્રમાદનું સુખ છે એ બિંદુ જેટલું છે અને પરલોકમાં દેવલોક અને મુક્તિનું જે સુખ છે એ દરિયા જેટલું છે. આમ એ બંને સુખોમાં પરસ્પર પ્રતિપક્ષ ભાવ છે, તું વિશેષદૃષ્ટિથી એ બેમાંથી એકનું ગ્રહણ કરી લે.
કાજો લીધો અને સૂપડીમાં ભરી વિધિથી પરઠવવાને બદલે દંડાસણથી જ્યાં ત્યાં નાખી દીધો, આ પ્રમાદનું સુખ કેટલું ? અને સોળસોળ મણના મોતીઓની આલ્ફાલનના સુમધુર રણકારો અને સુગંધી પવન સાથે સુકોમળ શય્યામાં પરમાનંદમગ્ન બનેલા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનું સુખ કેટલું ? અહીં દિવસે સૂવાના પ્રમાદનું સુખ કેટલું ? અને અનિમેષ નયને હજારો વર્ષોના દિવ્ય નાટકો અને સંગીતોની મહેફિલ માણતા દેવોનું સુખ કેટલું ? અહીં આજુ-બાજુ શું ચાલે છે – કોણ આવ્યું–ગયું – ઇત્યાદિ જોવાના પ્રમાદનું સુખ કેટલું ? અને માનસરોવર, મેરુપર્વત અને જંબુદ્રીપની જગતી આદિમાં મહાલતા દેવોનું સુખ કેટલું ? અહીં સ્વાધ્યાયની ઉપેક્ષા કરીને જે-તે વાંચવાના પ્રમાદનું સુખ કેટલું ? અને હજારો રૂપો કરીને દેવીઓ
( ૧૧૦ )