________________
शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः।
વિબુદ્ધ આત્માઓને દીક્ષા પરિણતિની પ્રાપ્તિ થાય, એટલે તેઓ શરીર સાથે જ યુદ્ધ કરે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે
इमेण चेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। તું તારા શરીર સાથે જ યુદ્ધ કર, બાહ્ય યુદ્ધનું તને શું કામ છે ? कसेहि अप्पाणं -
તું તારા શરીરને કસી નાખ, એને ચૂસી લે, એને નિચોવી નાખએ જ આ જીવનમાં કરવા જેવું છે. એમાં જ તારી દીક્ષાની સાર્થકતા છે.
यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यग्नरकेषु यत्पुनः। तयोमिथः सप्रतिपक्षता स्थिता, વિશેષદઢાડન્યતરંગહીદિ તત્ા રૂરી
અહી તને ચારિત્રની સાધનામાં જે કષ્ટ લાગે છે અને જે કષ્ટતિર્યંચ અને નરકગતિમાં છે, તે બંને કષ્ટો પરસ્પર પ્રતિપક્ષ છે. માટે તું વિશેષષ્ટિથી તે બેમાંથી એકનો ત્યાગ કરી દે.
તને વિહારનું કદ કેટલું અને જે બળદ આખી જિંદગી ગાડા અને હળ ખેંચતો રહે છે, તેનું કદ કેટલું? તને લોચનું કદ કેટલું અને જે ભૂંડ રડતી આંખે કરુણ ચિચિયારીઓ સાથે આખે શરીરે લુંચાઈ જાય છે, એનું કષ્ટ કેટલું? તને ગોચરીએ જતાં જે તડકો લાગે છે, એનું કદ કેટલું? અને બારે માસ ખુલ્લા આકાશ નીચે ઊભેલા વૃક્ષોનું કષ્ટ કેટલું? તડકે બાંધેલા જાનવરોનું કદ કેટલું ? સળગતી જવાળાઓમાં ઊંધે માથે શેકાતા ભૂંડનું
(૧૦૮)