________________
પ્રશ્ન- અધિક પ્રમાણના વસ્ત્રાદિ, શોભા માટે ભલે ન રાખીએ, પણ ઠંડી-ગરમીથી બચવા માટે તો રાખી શકીએ ને ?
ઉત્તર- ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છેशीतातपाद्यान्न मनागपीह, परीषहाँश्चेत् क्षमसे विसोढुम्। कथं ततो नारकगर्भवासસુનિ સોઢાણિ મવાન્તરે મૂ!
જો તું અહીં ઠંડી-ગરમી વગેરે પરીષહોને થોડા પણ સહન કરી શકતો નથી, તો પછી તું ભવાંતરમાં નરકના અને ગર્ભવાસના દુઃખોને શી રીતે સહન કરીશ?
સહન કરે તે સાધુ. સહન કરવાનો અવસર તો સાધુને મન ઉત્સવ સમાન હોય. અરે, સહન કરવા જ તો તે દીક્ષા લીધી છે. તો પછી સહન કરવાના અવસરને પાછો શી રીતે ઠેલાય ? તારાથી અનુકૂળતાના પૂજારી શી રીતે બની શકાય ? કદાચ તું પરીષહને ઠેલવામાં સફળ થઈ જાય, તો ય એ પરીષહ સહન કરવામાં જે કર્મનિર્જરા થવાની હતી એનાથી તું વંચિત નહીં થઈ જાય ? આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે
मायाए उस्सग्गं सेसं च तवमकुव्वओ सहुणो। को अन्नो अणुहोइ सकम्मसेसमनिजरियं ॥ १५४०॥
જે સમર્થ હોવા છતાં માયાથી કાઉસ્સગ અને શેષ તપ નથી કરતો, તેને પોતાના કર્મની જે શેષ રહી, કે જેની નિર્જરા નથી કરાઈ, એ કર્મને બીજું કોણ ભોગવશે ? એને પોતાને જ પોતાનું કર્મ ભોગવવું પડશે.
(૧૦૩)