________________
પહેલા કે પછી, સહન તો કરવું જ પડશે. ફરક એટલો છે કે અત્યારે સ્વાધીનપણે સહન કરવાનું છે, પછી પરાધીનપણે સહન કરવું પડશે, અત્યારે સોય સહવી પડશે. પછી શૂળી સહવી પડશે. સહી લે ભાઈ સહી લે, જો આટલું સહન કરવાથી નરકના દુ:ખો ટળી જતા હોય, જો થોડી ઠંડી-ગરમી સહી લેવાથી ભયંકર ગર્ભાવાસથી છૂટકારો મળી જતો હોય, તો આ તો ઘણો સસ્તો સોદો છે. આ તો તેની અપેક્ષાએ જાણે કાંઈ દુ:ખ જ નથી. આટલું ય જો સહન કરવું નથી, તો તારે નરકના દુ:ખો માટે તૈયાર રહેવું પડશે. પણ આ ય સહન નથી થતું તો એ કેવી રીતે સહન થશે ? ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે- હ્તોડનંતનુાં તěિ - અહીં જે ઠંડીગરમી છે તેના કરતાં અનંતગણી ઠંડી-ગરમી નરકમાં હોય છે. આ જ રીતે અન્ય પરીષહોની બાબતમાં પણ સમજવાનું છે.
પ્રશ્ન- છતી શક્તિએ સહન ન કરે તો દોષ છે ને ? જે અસમર્થ હોય એ સહન ન કરે એમાં તો દોષ નથી ને ?
ઉત્તર- ના, એમાં દોષ નથી. એટલે જ અહીં આવશ્યક નિર્યુક્તિનો પાઠ આપ્યો એમાં ‘સઘુળો' શબ્દ મુક્યો છે. એક કામળીથી ઠંડી લાગી એટલે બીજી કામળી. હજી ઠંડી લાગી, ત્રીજી કામળી, હજી ઠંડી લાગે છે તો ધાબળો લાવો. આ બધું ઉપલી દૃષ્ટિએ પુષ્ટાલંબનથી સકારણ લાગશે. હવે જુઓ પ્રભુ વીરનો એક પ્રસંગ- શિયાળાની એક રાતે પ્રભુ એક શૂન્ય ઘરમાં કાઉસ્સગ્ગ કરતા હતાં. ધીમે ધીમે ઠંડી વધવા લાગી. ભગવાનને તો સહન જ કરવું હતું, પણ શરીર શરીરનું કામ કરે, કડકડતી ઠંડીના કારણે પ્રભુના દાંત કકડવા લાગ્યાં. કદાચ આ સ્થિતિ ધ્યાનમાં બાધક બની હોય કે એમાં પ્રભુને સૂક્ષ્મ અસંયમના દર્શન થયા હોય, પ્રભુએ બહાર ઓસરીના ભાગમાં આવી કાઉસ્સગ્ગ શરૂ કર્યો. થોડી વાર બાદ અંદર ગયાં. એ જ
( ૧૦૪ )