________________
કે જે ગચ્છમાં રંગબેરંગી વસ્ત્રાદિ વપરાય છે તે ગચ્છ મર્યાદાહીન છેका मेरा तत्थ गच्छम्मि ?
વાસ્તવમાં તો પાકીટ જ ન વપરાય, બલ્ક પડાના એક ચોરસ ટુકડામાં પુસ્તકોને લપેટીને તેની પોથી કરીને રાખવું જોઈએ, એમાં સિલાઈ ન હોય. તેથી એનું પડિલેહણ થઈ શકે. પાકીટનું પડિલેહણ ન થઈ શકે. જો અનુકૂળતાને સંયમ કરતાં વધુ પ્રાધાન્ય આપવાનું હોય, તો આ નીતિ કદાચ પૂર્ણ અસંયમમાં ઘસડી જાય. જે યોગની ઉપેક્ષા-અવજ્ઞા કરાય એ યોગ ભવાંતરમાં પણ દુર્લભ બની જાય.
જેનું પડિલેહણ ન થઈ શકે એવી કોઈ વસ્તુ સાધુથી વપરાય નહીં. ઓવાના રેડીમેડ કવર, પાણીની ડબ્બીના કવર, મોજાના કવર, પાત્રી કે ઝોળીના રેડીમેડ જ્વર, આ બધામાં પડિલેહણ શક્ય હોતું નથી. કરવા ઈચ્છીએ તો ય બરાબર થઈ શકતું નથી. આ બધી વસ્તુના વિકલ્પો છે, પણ જેને સંયમ ખાતર અનુકૂળતાને ફ્સાવવાની/ગૌણ કરવાની તૈયારી હોય, તે જ તે વિકલ્પોને અપનાવી શકે. આજે પણ એવા મહાત્માઓ છે કે જેઓ સપાટ પ્લાસ્ટિક આદિના ઉપયોગથી ઓઘાના રેડીમેડ કવર વગેરેનો પરિહાર કરે છે. અરે, વિહારમાં પગમાં પહેરવાના મોજા તરીકે પણ જેનું પડિલેહણ થઈ શકે એવા કપડાના ટુક્કાનો જ ઉપયોગ કરે છે.'
અવિહિતચર્યા અતિપ્રચલિત બને એટલે વિહિતચર્યા આશ્ચર્યાસ્પદ કે હાસ્યાસ્પદ બની જાય, એ શક્ય છે. પણ સંયમના ખપી આત્માઓ એની પરવા કરતાં નથી. વળી એ આશ્ચર્યાદિ પણ તેમને જ થાય કે જેમને અવિહિત ચર્યાનો જ ગાઢ પરિચય છે. બાકી તો સાધુની કોઈ વસ્તુ સીવેલી હોય, રંગબેરંગી હોય, આધુનિક ફેશનેબલ કે આકર્ષક હોય એ લૌકિક દૃષ્ટિએ પણ સ્વીકાર્ય ન બની શકે.
(૧૦૧)