________________
આવા ? પણ સાધુમાત્ર માટે એવું નથી કહ્યું. વળી બધા ઉજળા હોય તો આચાર્ય અને શિષ્યોમાં ફેર શું રહેશે ? નાના મહાત્મા ય કાપ એવી રીતે કાઢે કે ગુરુ-શિષ્યનો ભેદ ન રહે અથવા તો તેમના વસ્ત્રો ગુરુથી ય વધુ ઉજળા થઈ જાય એ ય ઇચ્છનીય નથી.
વસ્ત્ર જીર્ણ-શીર્ણ પહેરવાનું શાસ્ત્રીય વિધાન છે, પણ ફાટેલા વસ્ત્રો પહેરવાનું વિધાન નથી' – આવું કહેવામાં સ્વવચન વિરોધ છે, કારણ કે શીર્ણનો અર્થ જ ફાટેલા છે. શાસ્ત્રોમાં ખંડિત એવો સ્પષ્ટ ઉલ્લેખ પણ મળે છે. જો અપભ્રાજનાનું કારણ આચાર્ય અને સામાન્ય સાધુને સમાનપણે લાગુ પડતું હોય, તો પછી આચાર્યની જેમ સામાન્ય સાધુને ય ગોચરીપાણી નહીં જઈ શકાય.
આ વિષય ગીતાર્થોનો છે. તેઓની દ્રષ્ટિમાં વર્તમાન દ્રવ્યાદિને અનુરૂપ જે આચાર ઉચિત હોય તેનું પાલન કરવું જોઈએ. પણ અગીતાર્થો
આ કે આવા અન્ય વિષયમાં મુક્ત અભિપ્રાય આપે, તેનાથી શૈક્ષ આદિને ' વિપરિણતિનો સંભવ છે, તેથી એવું ન કરવું જોઈએ.
ઓથાના પાટામાં ભરતકામ, કપડામાં દોરા, પાત્રા આદિમાં ડિઝાઈને આ બધી એક જાતની વિભૂષા છે. કપડાં વગેરે પ્રમાણથી અધિક રાખવા એ પણ વિભૂષા છે – કોટકે કટાક્ષમાં કહ્યું છે- “લાખે ન લોભાણા પણ ચીંથરે ચૂંથાણા’ લાખો રૂપિયાને લાત મારીને દીક્ષા લીધી પછી ય ચીંથરાના મમત્વમાં આત્મા ચૂંથાઈ જાય છે.
પાકીટ વગેરે વસ્તુઓ પણ રંગબેરંગી વાપરવામાં આવે, એ પણ જિનાજ્ઞાનો ભંગ છે. સફેદ રાખીએ તો મેલા થઈ જાય” આ દલીલ તો વસ્ત્રોમાં પણ સમાન છે. એનો જેમ કાપ કાઢીએ છીએ તેમ પાકીટ વગેરેનો ય કાઢી શકાય, પણ રંગબેરંગી ન વપરાય. ગચ્છાચાર પન્નામાં કહ્યું છે
(૧૦૦)